Mon Jun 08 2026

Logo

ઇંગ્લૅન્ડનો 115 રનથી વિજયઃ ટેસ્ટમાં સરેરાશ 24.9 બૉલમાં એક વિકેટ પડી હતી!

London   2026-06-07 20:06:45
Author: Ajay Motiwala
Article Image

AP


લંડન: લૉર્ડસમાં વરસાદના વિઘ્નો વચ્ચે ઇંગ્લૅન્ડે ન્યૂ ઝીલૅન્ડ સામે સિરીઝની લૉ-સ્કોરિંગ પ્રથમ ટેસ્ટ (Test) 115 રનથી જીતીને શ્રેણીમાં 1-0થી સરસાઈ લીધી છે.

પેસ બોલરના શાસન જેવી આ ટેસ્ટમાં ચાર દિવસમાં સરેરાશ દરેક 24.9 બૉલમાં એક વિકેટ પડી હતી અને ટેસ્ટ ક્રિકેટના છેલ્લા 119 વર્ષના ઇતિહાસનો એ વિક્રમ છે.

મૅચમાં કુલ સાત વિકેટ લેનાર બ્રિટિશ પેસ બોલર ઑલી રૉબિન્સન (39 રનમાં પાંચ અને 38 રનમાં બે વિકેટ)ને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. ટૉમ લૅથમના સુકાનમાં ન્યૂ ઝીલૅન્ડ (New zealand)ની ટીમ 254 રનના લક્ષ્યાંક સામે 138 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. બ્રિટિશ પેસ બોલર ગસ ઍટક્નિસને છેલ્લા દાવમાં સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી.

પ્રથમ દાવમાં ઇંગ્લૅન્ડના 140 રન સામે ન્યૂ ઝીલૅન્ડે 113 રન બનાવ્યા હતા. બીજા દાવમાં બ્રિટિશ ટીમ 226 રન બનાવતાં કિવીઓને 254 રનનો મુશ્કેલ લક્ષ્યાંક મળ્યો હતો.