Wed Aug 19 2026

Logo

ગુજરાતનાં મથકો પાછળ દેશી તેલમાં રૂ. 10થી 20નો ઉછાળો

2026-08-10 20:38:20
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
ગુજરાત અને રાજસ્થાન સહિતના મથકો પર આજે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે દેશી તેલના ભાવમાં તેજીનું વલણ રહ્યું હોવાથી સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં પણ દેશી તેલના ભાવમાં 10 કિલોદીઠ રૂ. 10થી 20ની તેજી જોવા મળી હતી. ખાસ કરીને ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના ભાવમાં 15 કિલોદીઠ રૂ. પંચાવન અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 50 વધી આવ્યા હોવાથી સ્થાનિકમાં પણ સિંગતેલના ભાવમાં રૂ. 20, કપાસિયા રિફાઈન્ડમાં રૂ. 20 અને સરસવમાં રૂ. 10 વધી આવ્યા હતા. 

વધુમાં આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં 47 રિંગિટ વધી આવ્યાના પ્રોત્સાહક અહેવાલે સ્થાનિકમાં પણ આયાતી તેલમાં 10 કિલોદીઠ આરબીડી પામોલિનમાં રૂ. પાંચ અને સન રિફાઈન્ડમાં રૂ. 10 વધી આવ્યા હતા, જ્યારે સોયા રિફાઈન્ડમાં ટકેલું વલણ રહ્યું હતું. વધુમાં આજે હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે છૂટાછવાયા વેપારો પણ ગોઠવાયાના અહેવાલ હતા. 

આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ એડબ્લ્યુએલના આરબીડી પામોલિનના રૂ. 1460, સોયા રિફાઈન્ડના રૂ. 1470 અને સન રિફાઈન્ડના રૂ. 1775, જી-વનના આરબીડી પામોલિનના રૂ. 1455 અને સોયા રિફાઈન્ડના રૂ. 1465, ઈમામીના સોયા રિફાઈન્ડના સપ્ટેમ્બર ડિલિવરી શરતે રૂ. 1490, પતંજલિ ફૂડ્સના સપ્ટેમ્બર ડિલિવરી શરતે આરબીડી પામોલિનના રૂ. 1460, સોયા રિફાઈન્ડના રૂ. 1500 અને સન રિફાઈન્ડના રૂ. 1760, એવીઆઈના સોયા રિફાઈન્ડના રૂ. 1475, ગોલ્ડન એગ્રીના સોયા રિફાઈન્ડના રૂ. 1470, રિલાયન્સ રિટેલના સોયા રિફાઈન્ડના ઑક્ટોબર ડિલિવરી શરતે રૂ. 1475 અને સન રિફાઈન્ડના સપ્ટેમ્બર અને ઑક્ટોબર ડિલિવરી શરતે રૂ. 1770 ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ છૂટાછવાયા વેપારો પણ ગોઠવાયાના અહેવાલ હતા. 

આજે ગોંડલ મથકે મગફળીની 900 ગૂણીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1150થી 1550માં અને રાજકોટ મથકે 1700 ગૂણીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1150થી 1575માં થયા હતા, જ્યારે હાજરમાં મથકો પર 10 કિલોદીઠ સિંગતેલના ભાવ રૂ. 1725, વૉશ્ડ કૉટનના રૂ. 1650થી 1655 અને કોટન રિફાઈન્ડના રૂ. 1690ના મથાળે રહ્યા હતા, જ્યારે રાજકોટ મથકે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 2725માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 17255માં થયાના અહેવાલ હતા. 

આજે હાજર બજારમાં 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1495, સોયા રિફાઈન્ડના રૂ. 1495, સન રિફાઈન્ડના રૂ. 1770, સિંગતેલના રૂ. 1750, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1680 અને સરસવના રૂ. 1770ના મથાળે રહ્યા હતા.