મુંબઈ: મુંબઈ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા ‘ડ્રગ્સ ફ્રી મુંબઈ’ અભિયાન હેઠળ મુંબઈમાં એક મહિનામાં 1,497 ગેરકાયદે પાનના સ્ટોલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં મોટા ભાગે શાળા અને કોલેજ નજીકના ગેરકાયદે પાનના સ્ટોલનો સમાવેશ હતો.
મુંબઈને ડ્રગ્સ ફ્રી બનાવવા, યુવાનોને ડ્રગ્સથી દૂર રાખવા અને નશામુક્ત મુંબઈ માટે આ અભિયાન પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. ‘ડ્રગ્સ ફ્રી મુંબઈ’ નશામુક્તિ અને જનજાગૃતિ અભિયાન હેઠળ પોલીસ દ્વારા ડ્રગ્સનું ઉત્પાદન, સપ્લાય, વેચાણ અને તસ્કરી કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મુંબઈ પોલીસ દ્વારા જુલાઇ, 2026 દરમિયાન ઇસ્ટ રિજનમાં 173, વેસ્ટ રિજનમાં 165, નોર્થ રિજનમાં 480, સાઉથ રિજનમાં 1999 અને સેન્ટ્રલ રિજનમાં 480 એમ કુલ 1,497 ગેરકાયદે પાનના સ્ટોલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે શાળા અને કોલેજ નજીકના ગેરકાયદે પાનના સ્ટોલ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતુંં.