Tue Sep 08 2026

Logo

ધારાશિવમાં વરસાદ ખેંચાતા સોયાબીન ખેડૂતો પાયમાલ: સરકારી સહાયની ઊઠી માંગ

2026-09-07 17:37:14
Author: Mumbai Samachar Team
ધારાશિવમાં વરસાદ ખેંચાતા સોયાબીન ખેડૂતો પાયમાલ: સરકારી સહાયની ઊઠી માંગ

AI Generated Image


છત્રપતિ સંભાજી નગર: મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાં સોયાબીનના ખેડૂતો વરસાદના અભાવે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છ એમ શિવસેનાના સંસદ સભ્ય ઓમપ્રકાશ રાજે નિંબાળકરએ જણાવ્યું હતું.

રવિવારે ધારાશિવની મુલાકાત લેનારા નિંબાળકરએ જણાવ્યું હતું કે ખેડૂતોને સોયાબીનના પાક માટે પ્રતિ એકર આશરે રૂપિયા ૨૫-૩૦ હજાર ખર્ચ કરવા પડે છે, પરંતુ દુષ્કાળના કારણે ઉત્પાદન ખર્ચ વસૂલ કરી શકવાનો કોઈ રસ્તો નથી. 

ધારાશિવ જિલ્લામાં બધે જ પરિસ્થિતિ સરખી છે. છેલ્લા 30-35 દિવસથી વરસાદ પડ્યો નથી. જો હવે વરસાદ પડે તો પણ ખેડૂતો પાસે કંઈ બચશે નહીં. બેંક કર્મચારીઓ અને શાહુકારોને વસૂલાત માટે આ પાક પર સંપૂર્ણપણે નિર્ભર ખેડૂતો અને પરિવારો પર ટાંપીને બેઠા છે.

પાક વીમાનો લાભ મેળવવા માટે ઓછો પાક લેવો એ એકમાત્ર યોગ્યતા છે એમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે જો 21 દિવસ સુધી વરસાદ ન પડે, અથવા (એક દિવસમાં) 63 મીમી કે તેથી વધુ વરસાદ પડે તો એ કારણ આપી ખેડૂતો વીમાની માંગણી કરી શકતા હતા. હું સરકારમાં છું, પણ મેં ખેડૂતો વિશે મારો વલણ બદલ્યો નથી. રાજ્ય સરકારે અસરગ્રસ્ત ખેડૂતોને નાણાકીય સહાય આપવી જોઈએ.