Sat Apr 25 2026

Logo

દિલ્હીના દુષ્કર્મ-મર્ડર કેસમાં પોલીસને મળી મહત્ત્વની કડી, આરોપી સાથે રહી ઘટનાનું રીક્રિએશન થયું

2026-04-25 16:24:49
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં હાઈપ્રોફાઈલ મર્ડરકેસમાં મહત્ત્વના પુરાવાઓ પોલીસને મળી આવ્યા છે. દિલ્હી પોલીસે બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આરોપી રાહુલ મીણાની તપાસ કરતા તથા પૂછપરછ કરતા દિલ્હી પોલીસ મહત્ત્વના બે મોબાઈલ ફોન સુધી પહોંચી છે. પોલીસે હવે પીડિતાનો ફોન પણ જપ્ત કરી લીધો છે. આ સિવાય રાહુલ મીણાએ કરેલું કુકર્મ અને હત્યા બાદ જે ચોરાયેલા મોબાઈલ ફોનનો એ ઉપયોગ કરી રહ્યો હતો એ ફોન પણ પોલીસે જપ્ત કર્યો છે. ઘટનાને અંજામ આપ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો એ સમયે આ ચોરીના ફોનનો ઉપયોગ થયો હતો. 

ક્રાઈમ સીન રીક્રિએટ કરાયો
IRS અધિકારીની દીકરીના હત્યા કેસમાં આરોપી રાહુલ મીણાને ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર ક્રાઈમ સીનને રી ક્રિએટ કરાવવામાં આવ્યો હતો, જેમાંથી કેટલાક મહત્ત્વના પુરાવાઓ મળી આવ્યા છે. દિલ્હીમાં શનિવારની સવારે 9 વાગ્યા આસપાસ પોલીસ ટીમ રાહુલને લઈને પીડિતાના ઘરે પહોંચી હતી, સમગ્ર ક્રાઈમ સીન રીક્રિએટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન દિલ્હી પોલીસની ટીમ સાથે FSLની ટીમ પણ હાજર રહી હતી.જે રીતે રાહુલે માહિતી આપી એ અનુસાર દિલ્હી પોલીસે સમગ્ર ક્રાઈમ સીનને ઊંડાણપૂર્વક સમજી લીધો હતો. આરોપી ઘરમાં કેવી રીતે દાખલ થયો, કેવી રીતે ગેટ ખોલ્યો, કેવી રીતે તે ડાયરેક્ટ દીકરીના રૂમ સુધી પહોંચ્યો અને અંતે ઘટનાને અંજામ આપ્યો. 

ઘટનાને અંજામ આપી નીચે ઊતર્યો
પોલીસે એક એક સીન પર રાહુલ પર વૉચ રાખી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ રાહુલ નીચેના રૂમમાં ગયો હતો, ઘરના જુદા જુદા ભાગમાં જઈને શું કર્યું એ પણ કહ્યું હતું.એ જગ્યા પણ દર્શાવી હતી જ્યાં દીકરીની હત્યા કરવામાં આવી હતી. જ્યાં લૂંટ ચલાવવામાં આવી હતી.આ પહેલા પોલીસે રાહુલનો પોટેંસી ટેસ્ટ કરી લીધો હતો.આ દરમિયાન પોલીસને કેટલાક એવા પુરાવાઓ મળી આવ્યા છે જે સમગ્ર કેસને વધારે મજબૂત બનાવે છે. પીડિતના કપડાં, ઘરમાંથી લોહીના નિશાન, જે ચાર્જર કેબલથી ગળું દબાવીને હત્યા કરી એ ચાર્જર અને કેબલ્સ, ટેબલ લેમ્પ જેનાથી માથામાં ઘા મારવામાં આવ્યા હતા.કપડાં પર પડેલા સીમનના ટીપા, આરોપીનું પેન્ટ અને શુઝ મળી આવ્યા હતા. 

કપડાં બદલીને નાસી ગયો
પીડિતાના ભાઈની પેન્ટ પહેરીને આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો.એકથી વધારે સાક્ષી મળી આવતા પોલીસની આશંકા આત્મવિશ્વાસમાં ફેરવાઈ હતી. ઘણા એવા લોકો હતો જેણે રાહુલને ઘરની અંદર જતા જોયો હતો. પાડોશમાં કામ કરતા ડ્રાઈવરે પણ આરોપીને ઘરની બહાર જોયો હતો.રાહુલે આ ડ્રાઈવર સાથે વાતચીત પણ કરી હતી.હવે એમનું નિવેદન આ કેસને વધારે મજબૂત બનાવે છે.