નવી દિલ્હીઃ દિલ્હીમાં હિસા અને હત્યાની ઘટનાઓ સતત વધી રહી છે. અત્યારે દિલ્હીના પ્રખ્યાત કરોલ બાગ વિસ્તારમાં પણ મોડી રાત્રે ફાયરિંગ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ ફાયરિંગમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ઘાયલ વ્યક્તિની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ અને ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.
કરોલ બાગમાં આવેલા ફૈઝ રોડ પર ફાયરિંગ થયું
ઘટનાની વાત કરવામાં આવે તો, કરોલ બાગ વિસ્તારમાં આવેલા ફૈઝ રોડ પર ફાયરિંગ થયું હતું. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે રાત્રે 2.30 વાગ્યાની આસપાસ અસામાજિક તત્વોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. કોના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું તેની પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે.
Firing reported in Central Delhi’s Faiz Road area; one person injured. The incident took place around 2.30 to 3 AM today. Police are present at the spot; further details are awaited.
— ANI (@ANI) April 24, 2026
(Source: Delhi Police) https://t.co/HDhvm1V0M3
ફાયરિંગની ઘટના બાદ પોલીસનો કાફલો તૈનાત
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યારે પણ પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોલીસે અત્યારે તપાસ કરી રહી છે કે, આ ફાયરિંગની ઘટના શા માટે બની? શું ફાયરિંગ કરનારા લોકો અને ઘાયલ વ્યક્તિ વચ્ચે કોઈ વિવાદ ચાલી રહ્યો હતો? કે પછી આ વિવાદમાં કોઈ બીજું કારણ જવાબદાર છે. પ્રાથમિક તપાસ પ્રમાણે આ ગેંગવોર તો નથી, પરંતુ સાચી હકીકત શું છે તે સંપૂર્ણ તપાસ કરવામાં આવે ત્યારે જાણવા મળશે.