ડીસાઃ ગુજરાતમાં છાશવારે કોઈને કોઈ નકલી વસ્તુ ઝડપાય છે. નકલી કચેરીઓ, નકલી પોલીસ, નકલી અધિકારી અને નકલી ખાદ્ય વસ્તુનો દર અઠવાડિયે એક કેસ નોંધાય છે. આવો જ એક ફરી ડીસામાં બન્યો છે. ડીસામં ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં તેમાં 920 કિલો શંકાસ્પદ ઘીનો મળી આવ્યો છે. ડીસાના હીરા બજાર વિસ્તારમાં આવેલા એક ગોડાઉન પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઓચિંતી રેડ પાડવામાં આવી હતી.
અલગ-અલગ માર્કાના પેકિંગમાં શંકાસ્પદ ઘી મળી આવ્યું
આ દરોડા દરમિયાન ‘હાસ્ય’ બ્રાન્ડ સહિત અલગ-અલગ મારકાના પેકિંગમાં શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું. ફૂડ વિભાગે આ તમામ ઘીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલ્યા છે. અંદાજે 929 કિલો શંકાસ્પદ ઘી કિંમત રૂપિયા 06,14,995નો જથ્થો સીઝ કર્યો છે. એટલું જ નહીં પરંતુ અંદાજે 01.40 લાખની કિંમતનું ઘી એક્સપાયર થઈ હોવાનું જાણવા મળતા તે જથ્થાને નષ્ટ કરી દેવામાં આવ્યો હતો. એટલે કે ફુડ વિભાગ દ્વારા કુલ મળીને રૂપિયા 06.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ફૂડ વિભાગની કાર્યવાહી પર કેમ શંકા ગઈ?
આ કાર્યવાહીમાં ફૂડ વિભાગ પણ શંકાના ઘેરામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમામે આ સમગ્ર કાર્યવાહી અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મીડિયાને મોડા સુધી કોઈ વિગતો જાહેર કરી નહોતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો, મોટા ભાગે જ્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવે ત્યારે મીડિયાને સાથે રાખવામાં આવે છે, પરંતુ આ દરોડા દરમિયાન મીડિયાને સાથે ના રાખ્યું હોવાના ડીસાના સ્થાનિક મીડિયા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો.