લખનઊઃ દિલ્હી કૅપિટલ્સ (DC)ના કૅપ્ટન અક્ષર પટેલે લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામેની મૅચમાં ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી છે. આ વખતની ટૂર્નામેન્ટમાં આ પાંચમી મૅચ છે.પહેલી ચારેય મૅચમાં યજમાન ટીમ જીતી હતી, ચારેય મુકાબલામાં લક્ષ્યાંક ચેઝ કરનારી ટીમે વિજય મેળવ્યો હતો અને ચારેયમાં ટૉસ જીતનારી ટીમ જ જીતી હતી. તો શું આજની મૅચમાં પણ અક્ષર પટેલ ઍન્ડ કંપની જીતશે? એવો સવાલ ક્રિકેટપ્રેમીઓમાં ચર્ચામાં છે.
દિલ્હીની ટીમમાં કૅપ્ટન અક્ષર પટેલની સાથે કે. એ. રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાન્કા, નીતીશ રાણા, વિપ્રજ નિગમ, ડેવિડ મિલર, ટ્રિસ્ટેન સ્ટબ્સ, લુન્ગી ઍન્ગિડી, કુલદીપ યાદવ, ટી. નટરાજન અને મુકેશ કુમારનો સમાવેશ છે. પાંચ ઇમ્પૅક્ટ પ્લેયર્સમાં આશુતોષ શર્મા, આકિબ નબી, સમીર રિઝવી, દુષ્મંથા ચમીરા અને કરુણ નાયર સામેલ છે.
લખનઊની ટીમમાં સુકાની-વિકેટકીપર રિષભ પંતની સાથે એઇડન માર્કરમ, મિચલ માર્શ, આયુષ બદોની, નિકોલસ પૂરન, અબ્દુલ સામદ, મુકુલ ચૌધરી, મોહમ્મદ શમી, મોહસિન ખાન, ઍન્રિક નોર્કિયા અને પ્રિન્સ યાદવ છે. પાંચ ઇમ્પૅક્ટ પ્લેયર્સ તરીકે દિગ્વેશ રાઠી, આવેશ ખાન, હિમ્મત સિંહ, શાહબાઝ અહમદ તથા અક્ષત રઘુવંશી સામેલ છે.