ચેન્નઈઃ આઇપીએલ (IPL)ની શરૂઆત બહુ દૂર નથી ત્યારે પાંચ ટાઇટલ જીતી ચૂકેલી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને વધુ એક ઝટકો લાગ્યો છે.
ફાસ્ટ બોલર નૅથન એલિસ ઈજાને કારણે પહેલેથી જ ટૂર્નામેન્ટની બહાર થઈ ગયો છે ત્યારે હવે ઑસ્ટ્રેલિયન 30 વર્ષીય ઑલરાઉન્ડર મૅથ્યૂ શૉર્ટ (SHORT) અંગૂઠાની ઈજાને લીધે આ વખતે રમી શકશે કે નહીં અને શરૂઆતની કેટલી મૅચો ગુમાવશે એ વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
શૉર્ટને તાજેતરમાં ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં આ ઈજા થઈ હતી. તે ઊંચા કદનો વિસ્ફોટક બૅટ્સમૅન છે અને જરૂર પડે ત્યારે બોલિંગમાં પણ ટીમને ઉપયોગી બને છે.
સીએસકેએ તેને 1.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સીએસકેની પ્રથમ મૅચ 30મી માર્ચે રાજસ્થાન વિરુદ્ધ રમાશે.