Mon Oct 05 2026

Logo
IPL 2026:

‘બેંગલુરુમાં અમારું અપમાન થયું’ CSKએ BCCI સમક્ષ ફરિયાદ નોંધાવી, જાણો શું છે મામલો

2026-04-16 11:17:00
Author: Savan Zalariya
‘બેંગલુરુમાં અમારું અપમાન થયું’ CSKએ BCCI સમક્ષ ફરિયાદ નોંધાવી, જાણો શું છે મામલો

બેંગલુરુ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફ્રેન્ચાઈઝ ચેન્નઈ સુપર કિંગ્સ(CSK)એ બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઇન ઇન્ડીયા(BCCI) સમક્ષ ફરિયાદ નોંધાવી છે કે 5 એપ્રિલના રોજ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચ દરમિયાન કથિત રીતે તેમનું "અપમાન” કરવામાં આવ્યું હતું.  

એક અહેવાલ મુજબ મેચ દરમિયાન સ્ટેડિયમમાં ડીજેએ 'ઢોસા, ઇડલી, સાંભાર, ચટની, ચટની' ગીત વગાડ્યું,  CSK એ આ ગીત અંગે નારાજગી વ્યક્ત કરી. ગણા અપ્પુએ બનાવેલું આ ગીત સોશિયલ મીડિયા પર લોકપ્રિય બન્યું છે. કેટલીક વાર દક્ષિણ ભારતીય લોકોને લાગત સ્ટીરિયોટાઇપ્સ મીમ્સમાં આ ગીતનો ઉપયોગ કરવામાં આવે છે. CSK એ લાગ્યું કે મેચ દરમિયાન આ ગીત વગાડવાનો સમય અને સંદર્ભ અયોગ્ય હતો.

અહેવાલ મુજબ IPL ગવર્નિંગ કાઉન્સિલને CSK તરફથી ફરિયાદ મળી છે અને તે તેની તપાસ કરવામાં આવી રહી છે.

CSKના CEO કાસી વિશ્વનાથને આ ફરિયાદ અંગે પુષ્ટિ પરી છે, તેમણે એમ પણ જણાવ્યું કે ફરિયાદમાં મેચ દરમિયાન ચેન્નાઈના ખેલાડીઓ વિશે કથિત રીતે કેટલીક ટિપ્પણીઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

તેમણે કહ્યું."DJ સામાન્ય રીતે યજમાન ટીમને સમર્થન આપતા હોય છે, પરંતુ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં, પરિસ્થિતિ અલગ હતી. અમારા ખેલાડીઓ વિરુદ્ધ કેટલીક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. તેને ધ્યાનમાં રાખીને, અમે BCCIને તપાસ કરવા માટે પત્ર લખ્યો છે.”
ગયા વર્ષે IPL દરમિયાન જીતેશ શર્મા ગીત ગાતા જોવા મળ્યો હતો, જેનો વિડીયો વાયરલ થતાં CSK ચાહકોએ તેની ટીકા કરી હતી.