Fri Sep 04 2026

Logo

ભારત કૉમનવેલ્થની 20 દેશ વચ્ચેની તલવારબાજીમાં પહેલી વખત ચૅમ્પિયન

Lagos   2026-08-13 18:58:00
Author: Ajay Motiwala
ભારત કૉમનવેલ્થની 20 દેશ વચ્ચેની તલવારબાજીમાં પહેલી વખત ચૅમ્પિયન

ભારતીય સ્પર્ધકો 13 ગોલ્ડ સહિત કુલ 35 ચંદ્રક જીત્યા

લાગૉસ (નાઇજિરિયા): બ્રિટિશ સામ્રાજ્યએ જેના પર રાજ કર્યું હતું એવા 50થી વધુ દેશો તેમ જ બીજા અમુક દેશો વચ્ચેની તાજેતરની ગ્લાસગો ખાતેની કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતે 13 ગોલ્ડ મેડલ સહિત કુલ 39 ચંદ્રક સાથે ચોથું સ્થાન મેળવ્યું ત્યાર બાદ હવે કૉમનવેલ્થ ફેન્સિંગ (Commonwealth Fencing) ચૅમ્પિયનશિપમાં ભારતીય સ્પર્ધકોએ ઐતિહાસિક અને અસાધારણ પર્ફોર્મ કર્યું છે. તલવારબાજીની આ સ્પર્ધામાં ભારત કુલ 35 મેડલ સાથે પહેલી જ વખત ઓવરઑલ ચૅમ્પિયન બન્યું છે. આ વિરલ સિદ્ધિ બદલ ભારતને કૉમનવેલ્થ ફેન્સિંગ ફેડરેશન તરફથી વિલ્કિન્સન સ્વૉર્ડ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

કયા 20 દેશે ભાગ લીધો?

આફ્રિકા ખંડમાં નાઇજિરિયાના લાગૉસમાં આયોજિત તલવારબાજીની આ સ્પર્ધામાં કુલ 20 દેશના સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને એમાં ભારતે 13 ગોલ્ડ, આઠ સિલ્વર અને 14  બ્રૉન્ઝ મેડલ જીતી લીધા હતા. આ ચંદ્રકો અન્ડર-23 તથા સિનિયર કૅટેગરીમાં મેળવ્યા હતા. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ દેશોમાં ભારતે તલવારબાજીના સૌથી વધુ 67 સ્પર્ધક મોકલ્યા હતા. અન્ય 19 દેશમાં નાઇજિરિયા, ઑસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇંગ્લૅન્ડ, બોટ્સવાના, સાયપ્રસ, ઘાના, ગન્ઝી, જમૈકા, મોરિશ્યસ, નામિબિયા, કેન્યા, નોર્ધર્ન આયરલૅન્ડ, પાકિસ્તાન, સિંગાપોર, સાઉથ આફ્રિકા, ગામ્બિયા, ટૉગો અને વેલ્સનો સમાવેશ હતો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sportskeeda (@sportskeeda)

ફેન્સિંગ અસોસિયેશન ઑફ ઇન્ડિયાના સેક્રેટરી-જનરલ રાજીવ મહેતાએ અખબારી યાદીમાં જણાવ્યું, `ભારતે કૉમનવેલ્થ ફેન્સિંગ ચૅમ્પિયનશિપનું ટાઇટલ પહેલી જ વખત જીતી લીધું એ જ બતાવે છે કે ભારતના ફેન્સર્સમાં કેટલી બધી ટૅલન્ટ છે અને તેઓ સર્વોત્તમ શિસ્ત અને અથાક મહેનતથી મોટી સિદ્ધિ મેળવી શકે છે.'

હરિયાણાની ફેન્સરે ઇતિહાસ રચ્યો

હરિયાણાની બાવીસ વર્ષીય તનિક્શા ખત્રી કૉમનવેલ્થ ફેન્સિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય ફેન્સર બની હતી. તેણે સિનિયર વિમેન્સ એપી ફાઇનલમાં આ ચંદ્રક જીતી લીધો હતો. શ્રુતિ જોશી, ખુશી દભાડે, વી. રમેશ રાવ, પ્રાચી લોહન, નિખિલ વાઘ, કાનંગલક્ષ્મી સહિતના ફેન્સર્સે પણ મેડલ જીતી લીધા હતા.