ઈરાન, રશિયા અને ચીનના નેતાઓ એક જ મંચ પર: ભારત બનશે વૈશ્વિક રાજનીતિનું કેન્દ્ર
નવી દિલ્હીઃ કોરોના મહામારી પછી ભારત અને ચીન વચ્ચેના સંબંધો નરમગરમ રહે છે ત્યારે ભારતમાં આગામી સપ્ટેમ્બર મહિનામાં બ્રિક્સ (BRICS) શિખર સંમેલનની યજમાની કરવાનું છે. જેની તૈયારીઓ પણ થઈ ગઈ છે. આ બ્રિક્સ શિખર સંમેલનમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ ભારત આવશે તેવા સંકેત મળી રહ્યાં છે. જોકે, આ સંમેલનમાં તેઓ હાજરી આપવા માટે આવશે તો બંને દેશો વચ્ચે ચાલી રહેલા મનભેદનો અંત આવી શકે છે, પરંતુ દુનિયાની આર્થિક મહાસત્તા અમેરિકાના પેટમાં તેલ રેડાઈ શકે છે.
મિડલ ઇસ્ટના યુદ્ધ વચ્ચે જિનપિંગની ભારત આવશે?
કોવિડ-19 મહામારી અને 2020ના ગલવાન ઘાટીના વિવાદ પછી ચીનના પ્રમુખે ભારતનો પ્રવાસ કર્યો નથી. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે શી જિનપિંગની ભારતમાં હાજરી બંને દેશો માટે સારા સંકેત સાબિત થશે તેવું નિષ્ણાતો માની રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ આ યાત્રાને એક વ્યૂહાત્મક રીતે સૌથી મહત્ત્વની માનવામાં આવે છે.
ભારત BRICS શિખર સંમેલનની યજમાની કરશે
ભારત આગામી મહિનાની 12થી 13 સપ્ટેમ્બરના BRICS શિખર સંમેલનની યજમાની કરી રહ્યું છે, ત્યારે તેની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. BRICS શિખર સંમેલનમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પણ આવશે તેવી ક્રેમલિને પહેલા જ સંકેત આપ્યા હતા. એટલું જ નહીં, તેમની સાથે અન્ય દેશોના રાષ્ટ્રપતિ પણ ભારતમાં આવવાના છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ઈરાન તરફથી કોણ આવશે તેના પર સૌની નજર છે.
2027માં પાકિસ્તાનમાં યોજાઈ શકે શિખર સંમેલન
એક અટકળ આવી પણ છે કે શી જિનપિંગ ભારત તેવામાં પાકિસ્તાન પીએમ મોદીને આમંત્રણ આપી શકે છે. 2027માં ઇસ્લામાબાદમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલન યોજાવાનું છે. આ સંમેલનમાં પાકિસ્તાન ભારતને આમંત્રણ આપશે તેવી એંધાણ છે. પરંતુ તેમાં હજી કોઈ ચોક્કસ કે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ભારત અને પાકિસ્તાનના વર્તમાન સંબંધોને જોતા તે શક્ય હોય તેવા સંકેત ઓછા છે.
ઓગસ્ટમાં પીએમ મોદી કિર્ગિંસ્તાન જઈ શકે છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી BRICS સંમેલન પહેલા ઓગસ્ટમાં કિર્ગિસ્તાનમાં શંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલન હાજરી આપશે તેવું જાણવા મળ્યું છે. શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલન દરમિયાન પીએમ મોદી રશિયા, ચીને અને ઈરાનના નેતાઓને મળશે. તે પછી સપ્ટેમ્બરમાં ભારત BRICS શિખર સંમેલનની યજમાની કરવાનું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ પછી ફરી ઘર્ષણ વધ્યું છે ત્યારે ભારતમાં યોજાનારી શિખર સંમેલન અંગે ભારત પ્રત્યેના સંબંધો અંગે ખેંચતાણ ઊભી થઈ શકે છે.