મુંબઈ: આજે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે પણ ભારતીય શેર બજારે રોકાણકારોને રોવડાવ્યા, બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જ(BSE)ના બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સમાં તેના પાછલા બંધ કરતા 1,492 પોઈન્ટનો ઘટાડો નોંધાયો, જ્યારે નેશનલ સ્ટોક્સ એકચેન્જ(NSE)ના ઇન્ડેક્સ નિફ્ટી-50માં માં 502 પોઈન્ટનો ઘટાડો નોંધાયો. આ ઘટાડાને કારણે રોકાણકારોનાં 8 લાખ કરોડથી વધુ રૂપિયા ધોવાઈ ગયા છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવ, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને વૈશ્વિક બજારોમાં સતત નબળાઈને કારણે ભારતીય ઇક્વિટી બજારોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. વિદેશી ભંડોળના સતત આઉટફ્લો અને રૂપિયામાં તીવ્ર ઘટાડાને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર વધુ પ્રતિકુળ અસર પડી રહી છે, જેના કારણે તમામ સેક્ટરમાં મોટાપાયે વેચવાલી જોવા મળી હતી.
આજે મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 2.5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો. બેંક નિફ્ટીમાં લગભગ 2.5 ટકાનો ઘટાડો થયો હતો. ટીમમ સેક્ટોરલ ઇન્ડેક્સ રેડ સિગ્નલમાં ટ્રેડ કરી રહ્યા છે. મેટલ, ઓટો, પીએસયુ બેંક અને કેમિકલ સેક્ટરના કેટલાક શેરોમાં 3-4 ટકાનો ઘટાડો નોંધાયો છે.
માર્કેટ ક્રેશ વચ્ચે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, હિન્દુસ્તાન યુનિલિવર, ભારતી એરટેલ અને ટ્રેન્ટ જેવા માત્ર ગણતરીને શેરમાં વધારો નોંધાયો. જ્યારે લાર્સન એન્ડ ટુબ્રો, હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ, આઇશર મોટર્સ અને ભારત ઇલેક્ટ્રોનિક્સમાં ઘટાડો નોંધાયો.
કરન્સી અને કોમોડિટી બજારનીમાં ગતિવિધિઓએ ઇક્વિટી પર દબાણમાં વધારો થયો છે. ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે 92.44 ના નવા ઓલ-ટાઇમ ઇન્ટ્રા-ડે નીચા સ્તરે પહોંચ્યો છે.
છૂટક ફુગાવામાં વધારાની પણ માર્કેટ પર અસર થઇ રહી છે, ફેબ્રુઆરીમાં ભારતનો છૂટક ફુગાવો વધીને 3.21 ટકા થયો હતો, જે જાન્યુઆરી મહિનામાં 2.74 ટકા હતો.