Tue Apr 21 2026

Logo

ભાજપનો પલટવાર કહ્યું, કોંગ્રેસ જાકીર નાઈકને શાંતિના દુત અને પીએમ મોદીને આતંકવાદી ગણે છે

2026-04-21 18:48:44
Author: Chandrakant Kanojia
Article Image

નવી દિલ્હી: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચેન્નાઈમાં વડાપ્રધાન અને ભાજપ અંગે વાંધાજનક નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. જેમાં  કોંગ્રેસ અધ્યક્ષે પીએમ મોદી માટે આતંકવાદી શબ્દનો ઉપયોગ કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેની પર પલટવાર કરતા ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસને આડે હાથે લીધી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ જાકીર નાઈકને શાંતિના દૂત અને પીએમ મોદીને આતંકવાદી ગણે છે. 

કોંગ્રેસ પક્ષની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા

મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને  ભાજપના નેતાઓએ કોંગ્રેસ પક્ષની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા અને ખડગેની ટિપ્પણીને રાજકીય ષડયંત્ર ગણાવ્યું.  ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસની માનસિકતા પર સવાલ ઉભા કર્યા  અને આરોપ લગાવ્યો કે આ એક  ષડયંત્ર છે.

રાહુલ ગાંધીના ઇશારે પીએમ મોદી પર પ્રહાર 

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, રાહુલ ગાંધી પણ પોતાના ભાષણોમાં પીએમ મોદી પ્રત્યે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરે છે. રાહુલ ગાંધીના ઇશારે મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાનને આતંકવાદી ગણાવીને બધી હદો વટાવી દીધી. આ એ જ પક્ષ છે જે ઓસામા બિન લાદેનને  ઓસામા-જી કહે છે. કોંગ્રેસ પક્ષ ઝાકિર નાઈકને "શાંતિના દૂત" તરીકે ગણાવે છે અને પીએમ મોદીને આતંકવાદી ગણાવે છે.