Mon Oct 05 2026

Logo
IPL 2026:

આઈપીએલમાં CSKને મોટો ઝટકો, આ ખેલાડી થયો ટુર્નામેન્ટમાંથી બહાર

2026-04-16 12:55:00
Author: Mayur Patel
આઈપીએલમાં CSKને મોટો ઝટકો, આ ખેલાડી થયો ટુર્નામેન્ટમાંથી બહાર

નવી દિલ્હીઃ આઈપીએલ દરમિયાન સીએસકેને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ખેલાડી અને ફાસ્ટ બોલર ખલીલ અહમદ ઈજાના કારણે  સમગ્ર ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. 

પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે, ચેન્નઈ સુપર કિંગ્સનો પેસર ખલીલ અહમદ ક્વાડ્રિસેપ્સ ઈંજરીના કારણે આઈપીએલમાંથી બહાર થઈ ગયો હતો. તે સીએસકેએ અત્યાર સુદીમાં રમેલી પાંચેય મેચનો હિસ્સો હતો. તેણે 14 એપ્રિલ કોલકાતા સામે રમેલી મેચમાં ઈજાની વાત કરી હતી.

ખલીલ અહમદ ટુર્નામેન્ટની શરૂઆતના તબક્કામાં સીએસકે માટે સતત સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓ પૈકીનો એક હતો. સૂત્રોએ જણાવ્યું કે, તેને સંપૂર્ણ ફિટ થતાં  ઓછામાં ઓછા 10 થી 12 સપ્તાહ લાગશે. 

ડાબોડી પેસરે ભારત તરફથી 11 વન ડે અને 18 ટી20 રમી છે. છેલ્લે તે જુલાઈ 2024માં ટીમ ઈન્ડિયા તરફથી રમ્યો હતો.

ધોનીની ક્યારે થશે વાપસી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચેન્નઈ સુપર કિંગ્સનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ 2026માં 23 એપ્રિલે મુંબઈ સામે રમાનારી મેચથી વાપસી કરી શકે છે. ધોની આઈપીએલની શરૂઆત પહેલા જ ઈજાગ્રસ્ત થયો હતો અને હવે સંપૂર્ણ ફિટ થવા આવ્યો છે. સીએસકે આગામી મેચ 18 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમવાની છે. આ મેચમાં પણ ધોની નહીં રમે.

સીએસકેનું આઈપીએલ 2026માં કેવું છે પ્રદર્શન

સીએસકેએ આઈપીએલ 2026માં અત્યાર સુધીમાં 5 મેચ રમી છે. પ્રથમ ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ અંતિમ બે મેચમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સને હાર આપી હતી. તેમનો ઓફનિંગ બેટ્સમેન સંજુ સેમસન પણ ફોર્મમાં આવી ગયો છે.હાલ ચેન્નઈની ગાડી ફરી ટ્રેક પર આવી રહી હોવાનું લાગી રહ્યું છે. આઈપીએલ 2026 પોઈન્ટ ટેબલમાં આઠમા ક્રમે છે.