Mon Oct 05 2026

Logo

સોમવારે એશિયન ગેમ્સની સ્વિમિંગમાં ગુજરાતી સ્વિમરની પરીક્ષા, ટેબલ ટેનિસમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન

Nagoya   2026-09-20 22:32:24
Author: Ajay Motiwala
સોમવારે એશિયન ગેમ્સની સ્વિમિંગમાં ગુજરાતી સ્વિમરની પરીક્ષા, ટેબલ ટેનિસમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન

AINAGOC


નાગોયાઃ જાપાનમાં ચાલી રહેલી 20મી એશિયન ગેમ્સમાં રવિવાર, 20મી સપ્ટેમ્બરે ભારત માત્ર બે સિલ્વર મેડલ જીતી શક્યું હતું. હવે સોમવાર, 21મી સપ્ટેમ્બરે દેશના બીજા ઍથ્લીટો ઝુકાવશે અને મેડલ મેળવવાની દિશામાં પ્રગતિ શરૂ કરશે. સ્વિમિંગમાં ગુજરાતી સ્વિમર હીર શાહની 50 મીટર ફ્રીસ્ટાઇલ હરીફાઈમાં કસોટી થશે. બીજું, ટેબલ ટેનિસમાં પુરુષ અને મહિલા, બન્ને વર્ગમાં સોમવારે ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે મુકાબલા થશે.

ભારતીય ઍથ્લીટો અને ખેલાડીઓ સોમવારે જે રમતોની હરીફાઈમાં ભાગ લેશે એની વિગત અહીં પ્રસ્તુત છેઃ

(1) બૅડમિન્ટનઃ મેન્સ ટીમ પ્રથમ રાઉન્ડ, ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ, સવારે 11.30
(2) બૉક્સિંગઃ મેન્સ 70 કિલો વર્ગ, સુમિત વિરુદ્ધ સિન્સિરી (થાઇલૅન્ડ), બપોરે 2.45
(3) હૉકી (મહિલા): ભારત વિરુદ્ધ ઇન્ડોનેશિયા, સવારે 9.30
(4) કબડ્ડીઃ મેન્સમાં ભારત વિરુદ્ધ જાપાન, સવારે 9.45
(5) કબડ્ડીઃ વિમેન્સમાં ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ, સાંજે 4.15
(6) મિક્સ્ડ માર્શલ આર્ટ્સઃ મહિલા વર્ગમાં સુચિકા તરિયાલ વિરુદ્ધ સિંગાપોરની ટેઓ હૂન, સવારે 8.30
(7) સેપાક ટેક્રો (વૉલીબૉલ જેવી અને ફૂટબૉલની કિકની સ્ટાઇલથી રમાતી ગેમ)ઃ મેન્સ ટીમ, રેગુ રાઉન્ડ, ભારત વિરુદ્ધ જાપાન, સવારે 5.30
(8) શૂટિંગઃ મેન્સ 10 મીટર રાઇફલ (સવારે 6.15), મહિલાઓની સ્કીટ ઇન્ડિવિજ્યૂઅલ (સવારે 6.30), પુરુષોની સ્કીટ ઇન્ડિવિજ્યૂઅલ, સવારે 6.30
(9) સૉફ્ટ ટેનિસઃ ભારત વિરુદ્ધ કમ્બોડિયા (સવારે 5.30) અને ભારત વિરુદ્ધ મોંગોલિયા (સવારે 6.30) અને ભારત વિરુદ્ધ કોરિયા (સવારે 7.30)
(10) સ્વિમિંગઃ મેન્સ 50 મીટર બૅકસ્ટ્રૉકમાં રિષભ દાસ તથા શ્રીહરિ નટરાજ, સવારે 6.32, 50 મીટર ફ્રીસ્ટાઇલમાં આકાશ મની (સવારે 6.46), 50 મીટર ફ્રીસ્ટાઇલમાં હીર ગિતેશ શાહ (સવારે 6.50), 100 મીટર બૅકસ્ટ્રૉકમાં દાનુશ સુરેશ (સવારે 7.10). મેન્સ 4બાય200 મીટર ફ્રીસ્ટાઇલ રિલે ભારત સહિત છ દેશની હરીફાઈ, સવારે 7.44
(11) ટેબલ ટેનિસઃ વિમેન્સ ટીમ, ભારત વિરુદ્ધ પાકિસ્તાન, સવારે 6.30 અને મેન્સ ટીમ, ભારત વિરુદ્ધ પાકિસ્તાન, બપોરે 3.30
(12) વુશુ (માર્શલ આર્ટસ): મહિલા વર્ગમાં રૉશિબીના દેવી વિરુદ્ધ ખાતુન (બાંગ્લાદેશ), બપોરે 3.00 અને પુરુષ વર્ગમાં આર્યન વિરુદ્ધ શાહઝાદા શમી (અફઘાનિસ્તાન), બપોરે 3.50.