Mon Oct 05 2026

Logo

એશિયન ગેમ્સમાં ભારતને સાતમો ગોલ્ડ, મહિલા ટીમે વર્લ્ડ રેકોર્ડ સાથે ફાઇનલમાં ચીનને હરાવ્યું

Nagoya   2026-09-30 10:56:00
Author: Mumbai Samachar Team
એશિયન ગેમ્સમાં ભારતને સાતમો ગોલ્ડ, મહિલા ટીમે વર્લ્ડ રેકોર્ડ સાથે ફાઇનલમાં ચીનને હરાવ્યું

World Archery Olympics


એશિયન ગેમ્સમાં ભારતે આજની શરૂઆત ગોલ્ડ મેડલ સાથે કરી છે. તીરંદાજીમાં ભારતીય મહિલા કમ્પાઉન્ડ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યોતિ સુરેખા, પૃથિકા પ્રદીપ અને ચિકિથા તનિપર્થીની ત્રિપુટીએ ગોલ્ડ પર નિશાન સાધ્યું હતું. ભારતે ફાઇનલમાં ચીનને ચાર પોઇન્ટના અંતરથી હરાવ્યું હતું. ભારતીય ટીમે 238 નો સ્કોર કર્યો હતો, જ્યારે ચીનનો સ્કોર 234 રહ્યો હતો.

મુકાબલો કાંટે કી ટક્કર જેવો હતો. કોરિયાએ શરૂઆત સારી કરી પરંતુ ભારતીય મહિલા તીરદાજો સુરેખા, પૃથિકા પ્રદીપ અને ચિખિતા તનિપર્થીએ દબાણની સ્થિતિમાં અદ્ભુત સંયમ દાખવ્યો. ચિખિતા તનીપર્થીએ શરુઆતમાં કેટલાક અંક ગુમાવ્યા બાદ શાનદાર કમબેક કર્યું અને અચૂક નિશાન સાધ્યું

પૃથિકા પ્રદીપે લગભગ અચૂક પ્રર્દશન કરતા સતત 10ના સ્કોર પર નિશાન લગાવ્યું અને ટીમની લીડ જાળવી રાખી.  અનુભવી જ્યોતિ સુરેખા વેન્નમે અંતિમ પળોમાં શાનદાર સ્કોર કરી ભારતને એક અંકથી રોમાંચક જીત અપાવી

ચાર સેટ સુધી ચાલેલી આ ગોલ્ડ મેડલ મેચમાં ભારતે શરૂઆતથી જ સરસાઈ જાળવી રાખી હતી. પહેલા સેટમાં ભારતીય ટીમે પરફેક્ટ 60નો સ્કોર કર્યો, જ્યારે ચીનની ટીમ 58નો સ્કોર જ કરી શકી. બસ અહીંથી જ ભારતે અંત સુધી પોતાની સરસાઈ જાળવી રાખી. જ્યોતિ, ચિકિતા અને પ્રીતિકાએ 24 શૉટ્સમાંથી 22 પર 10 નો સ્કોર કર્યો.

બીજા સેટ માં ભારતે ફરી એકવાર 59-58થી શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરતાં પોતાની કુલ સરસાઈ 3 પોઇન્ટની કરી લીધી હતી. આ સરસાઈ ભારતીય ટીમ માટે ત્રીજા સેટમાં ઉપયોગી સાબિત થઈ, જ્યારે ચીને પરફેક્ટ 60નો સ્કોર કર્યો, પરંતુ ભારતના ખેલાડીઓ 59નો સ્કોર કરી શક્યા હતા. આવી સ્થિતિમાં સરસાઈ ઘટીને માત્ર 2 પોઇન્ટની રહી ગઈ હતી. આ સમય સુધી કુલ સ્કોર 178-176થી ભારતની તરફેણમાં હતો.

અહીં એવી પરિસ્થિતિ હતી કે ભારતીય તીરંદાજોએ ફક્ત ભૂલો કરવાથી બચવાનું હતું. જ્યોતિ, પ્રીતિકા અને ચિકિતાએ છેલ્લા સેટમાં દબાણ હોવા છતાં પરફેક્ટ 60નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.

ભારતે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

તીરંદાજીની મહિલા ટીમે કમ્પાઉન્ડ ઇવેન્ટમાં આની પહેલા વર્લ્ડ રેકોર્ડ દક્ષિણ કોરિયાના નામે હતો. દક્ષિણ કોરિયાએ 2014 એશિનય ગેમ્સમાં ફાઇનલમાં 238નો સ્કોર કરીને આ વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. હવે ભારતની મહિલા ટીમે આ વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. જ્યોતિ, પ્રિતિકી અને ચિકિતાએ મળીને 238નો સ્કોર કર્યો અને આખી મેચમાં ફક્ત 2 વાર 10થી વધુનો સ્કોર કર્યો.