અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ કેન્દ્ર સરકાર પર આક્ષેપો કર્યાં છે. કેન્દ્ર સરાકર જે નિર્ણય લઈ રહી છે તેના કારણે લાંબા ગાળે દેશને નુકશાન થવાનું છે તેવું નિવેદન આપ્યું છે. આ સાથે પીએમ મોદી પર પણ વાક્ પ્રહાર કર્યો કે, 56ની છાતી વાળા વડાપ્રધાન દરેક રીતે અમેરીકા સામે સરેન્ડર થઈ ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક ટેરિફના નિર્ણય લઈ દેશની અર્થવ્યવસ્થાને નુકસાન થઈ રહ્યું છે. એવી તો શું મજબૂરી છે કે વડા પ્રધાન એક પણ શબ્દ બોલતા નથી? મૂળ વાત એ છે કે, ટ્રેડ ડીલ મામલે કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં છે.
અમિત ચાવડાએ ટ્રેડ ડીલ મામલે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો
અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે, ટ્રેડ ડિલની હકીકતો, વિગતો, માહિતી કેન્દ્ર સરકાર કેમ જનતા સામે રજૂ કરતી નથી? ગુજરાત સાથે અન્ય રાજ્યના કપાસ ઉત્પાદન કરતા ખેડુતોને મોટા પાયે નુકસાન થવાનું છે. બાંગ્લાદેશ અમેરીકમાં કપડા એકેસપોર્ટ કરે તો શુન્ય ટેરીફ જ્યારે ભારત કપડા એકેસપોર્ટ કરે તો 18 ટકા ટેરીફ લાગે. રાહુલ ગાંઘીએ સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો તે અંગે પણ અમિત ચાવડાએ વાત કરી હતી.
ટ્રેડ ડીલ મામલે કોંગ્રેસ દ્વારા કેવી આક્ષેપ કરવામાં આવ્યાં?
મૂળ આક્ષેપ એ છે કે, આ ટ્રેડ ડીલ ખેડુત, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ, કો-ઓપરેટિવ સ્ટ્રક્ચર, ડેરી અને પશુપાલકોને ખૂબ મોટું નુકસાન કરશે તેવો કોંગ્રેસનો આક્ષેપ છે. ૧૬ ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે જનઆક્રોશ યોજનાવા છે તેની વિગતો પણ અમિત ચાવડાએ આપી હતી. કહ્યું કે, આ સભામાં યુવાનો, ખેડૂતો, મહિલાઓ, નાના વેપારીઓ, લારી ગલ્લા, પાથરણાવાળા, આદિવાસીઓ, દલિતો, બક્ષીપંચ સમાજ, કામદારોના પ્રશ્નો સહિત સમગ્ર ગુજરાતના પ્રાણપ્રશ્નોને વાચા આપવામાં આવશે.
1700થી વધુ ખેડુતોને રાહત પેકેજની સહાય નથી મળીઃ પાલ આંબલિયા
કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયા દ્વારા જીતુ વાઘાણી પર પણ વાક્ પ્રહાર કરવામાં આવ્યાં હતા. કહ્યું કે, સરકારના પ્રવકતા અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી જવાબદારીથી ભાગી રહ્યા છે.ઑક્ટોબરમાં કમૌસમી વરસાદ પડ્યો તેને 4 મહિના થઈ ગયા, પરંતુ દ્વારકા જિલ્લાના 1700થી વધુ ખેડુતોને હજી રાહત પેકેજની સહાય મળી નથી. સરકારે 7 દિવસમાં ટેકાના ભાવના પૈસા મળી જશે તેવા વાયદા કર્યા હતા, પરંતુ હજી સુધી દ્વારકા જિલ્લાના 5000થી વધુ ખેડુતોને પૈસા મળ્યા નથી. ટેકાના ભાવે મગફળી ખરીદી તેના પણ પૈસા રાજ્યના ખેડુતોને નથી મળ્યા. જેથી આ મામલે જીતુ વાઘાણી દ્વારા જાહેરમાં માફી માંગવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.