Tue Oct 06 2026

Logo

અલંગને EUની માન્યતા એ માટે આંતરરાષ્ટ્રીય સંગઠનો મેદાને ઊતર્યા, પડકાર સામે ખરૂ ઊતરશે?

2026-09-20 11:05:00
Author: Mumbai Samachar Team
અલંગને EUની માન્યતા એ માટે આંતરરાષ્ટ્રીય સંગઠનો મેદાને ઊતર્યા, પડકાર સામે ખરૂ ઊતરશે?

ભાવનગરઃ ભાવનગરનું અલંગ શીપયાર્ડ જે તે શીપને કાયમી વિદાય આપવાનું કામ કરે છે. મહાકાય શીપ અહીંયા તૂટવા માટે આવે છે અને એમાંથી નીકળતી જે તે એસેસરી તથા વસ્તુઓનું એક અલગ માર્કેટ છે. યુરોપિયન યુનિયન દ્વારા અંલગના 2 શિપયાર્ડ, જે રીસાયક્લિંગ કરે છે તેને યુરોપિયન શિપ રીસાયક્લિંગ લીસ્ટમાં સામેલ કરવા માટે દુનિયાભરના શિપિંગ વેન્ચર તથા કંપનીઓનું સમર્થન મળ્યું છે. આ માટે દુનિયાની આઠ મોટી શિપિંગ સંસ્થાઓએ યુરોપિયન યુનિયનના પર્યાવરણ તથા પરિવહન મંત્રીઓને પત્ર લખીને જાણ કરી છે. 

કોણે કોણે અપીલ કરી?
BIMCO, ક્રૂઝ લાયસન્સ ઈન્ટરનેશનલ એસો., યુરોરિયન શીપ ઓનર્સ, ઈન્ટરનેશનલ ચેમ્બર્સ ઓફ શિપિંગ, ઈન્ટારકાર્ગો, ઈન્ટરફેરી, ઈન્ટરટેંકો અને વર્લ્ડશિપિંગ કાઉન્સિલે સંયુક્ત રીતે અલંગના યાર્ડને લીસ્ટમાં સમાવી લેવા માટેનું સમર્થન જાહેર કર્યું છે. અલંગના શ્રીરામ વેસલ સ્ક્રેપ અને વાયએસઆઈ રીસાયકલર્સને EUના લીસ્ટમાં સામે કરવા માટે અપીલ કરી છે. યુરોપિયન શિપઓનર્સ વૈશ્વિક શિપિંગ કાફલાની ટનેજના આશરે 30 ટકાના ભાગનું પ્રતિનિધત્વ કરે છે. અલંગના બે યાર્ડને આંતરરાષ્ટ્રીય કક્ષાનું સમર્થન મળતા બન્ને યુનિટને એક મોટું માર્કેટ મળે એવી પૂરી શક્યાતો સેવાઈ રહી છે.

બીજી તરફ વિદેશી જહાંજને લઈને પણ ભાવનગર સુધી પહોંચ વધી શકે છે. આનાથી અલંગના દ્વાર યુરોપ સુધી ખુલી શકે છે. અલંગને યુરોપના વિશાળ શિપિંગ માર્કેટ સુધી પહોંચવાનો માર્ગ મોકળો થવાનો છે. હકીકત એ પણ છે કે, છેલ્લા આઠ વર્ષથી અલંગ યુરોપના દરવાજે છે. વર્ષ 2009માં રીસાયક્લિંગના વૈશ્વિક ધારા-ધોરણ નક્કી થયા હતા. વર્ષ 2018માં યુરોપિયન લીસ્ટની વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. એ પછી યાર્ડનું EU ના માપદંડના સમર્થનમાં નિરિક્ષણ તથા મુલ્યાંકન થયું છે. વર્ષ 2026માં યુરોપિયન લીસ્ટમાં 2 યાર્ડને સમાવવા માટે અપીલ કરવામાં આવી.

પડકાર આવો છે
15મી સપ્ટેમ્બરે NGO શિપબ્રેકિંગ પ્લેટફોર્મ, યુરોફેર, ઈન્ડસ્ટ્રીયલ યુરોપ, યુરોપિયન યુનિયન એન્વાર્યમેન્ટ બ્યૂરો, રિસાયક્લિંગ યુરોપ તથા ટ્રાંસપોર્ટને લઈ EU કમિશનને પત્ર લખવામાં આવ્યો છે. જેને અપીલ કરી છે કે, અલંગને આ યાદીમાં સમાવવામાં ન આવે. વિરોધ કરનારા સંગઠનોએ સવાલ એ કર્યો છે કે, તેલ અન્ય જોખમી પદાર્થના લીકેજ કેવી રીતે નિયંત્રિત કરવામાં આવે છે. આનો ઉપાય શું છે. આ એક બીચિંગ પદ્ધતિ છે. યાર્ડે સલામતી અને પર્યાવરણને લગતા કેટલાક માપદંડ પર ખરા ઊતરવું હવે અનિવાર્ય છે. સમર્થનની સામેના પડકારો છે જે સમગ્ર મુદ્દાને વધારે ઊંડો અને ચર્ચાસ્પદ બનાવે છે.