અમૃતસરઃ લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટ્સમૅન અભિષેક શર્મા (Abhishek Sharma)એ તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામેની ટી-20 સિરીઝમાં ખૂબ સંઘર્ષ કર્યો હતો, પણ પંજાબમાં તેણે એક આંતર-જિલ્લા વન-ડે ટૂર્નામેન્ટમાં ધમાકેદાર ડબલ સેન્ચુરી (Double Century) ફટકારી દીધી. માત્ર 91 બૉલમાં તેણે 233 રન બનાવ્યા હતા અને આ તૂફાની ઇનિંગ્સમાં પચીસ છગ્ગા અને પંદર ચોગ્ગા સામેલ હતા.
અભિષેક આ ટૂર્નામેન્ટમાં અમૃતસરની ટીમ વતી રમે છે અને તેણે ઐતિહાસિક ડબલ સેન્ચુરી તરણતારણની ટીમ સામે ફટકારી હતી. અભિષેકનો સ્ટ્રાઇક-રેટ 256.04 હતો અને તેની આ ઇનિંગ્સની સોશ્યલ મીડિયામાં બોલબાલા છે. તેણે 210 રન ચોગ્ગા-છગ્ગામાં જ બનાવ્યા હતા.
ABHISHEK SHARMA MAKES A STATEMENT 🔥
— Johns. (@CricCrazyJohns) August 2, 2026
- He smashed 233 runs from just 91 balls with 15 fours & 25 sixes against Tarn Taran Men Sr in the One Day District match pic.twitter.com/QV4k83Oo5e
અભિષેકની ડબલ સેન્ચુરીના જોરે અમૃતસરે 50 ઓવરમાં 533 રન બનાવ્યા હતા જેમાંથી 233 રન એકલા અભિષેકના હતા. તેના ઉપરાંત તેના સાથી ઓપનર અભય ચૌધરી પણ આક્રમક રમ્યો હતો. અભયે બે સિક્સર અને દસ ફોરની મદદથી 93 રન બનાવ્યા હતા તથા અભિનવ શર્માએ ત્રણ છગ્ગા, ત્રણ ચોગ્ગા સાથે 51 રનનું યોગદાન આપ્યું હતું.
अभिषेक शर्मा ने 25 छक्के लगाकर 91 गेंदों में 233 रन बनाए,जिस टीम से वो खेल रहे थे उस टीम ने 50 ओवर में सिर्फ 533 रन बना सकी...!! pic.twitter.com/AQRYImqT5b
— Uday Yadav (@USY_79) August 2, 2026
તરણતારણની ટીમ 534 રનના તોતિંગ લક્ષ્યાંકની ક્યારેય નજીક નહોતી આવી શકી. 50 ઓવરમાં એ ટીમ 313 રન બનાવી શકી હતી અને અમૃતસરનો 220 રનથી વિજય થયો હતો. અભિષેકે ડબલ સેન્ચુરી બાદ બે વિકેટ પણ લીધી હતી.