Wed Aug 19 2026

Logo

અમેરિકામાં અભ્યાસ અને આંદોલનના ફંડિંગ બાદ હવે અભિજીત દીપકેના બ્રાન્ડેડ શૂઝ ચર્ચાના કેન્દ્રમાં

2026-08-14 15:55:55
Author: Mumbai Samachar Team
Article Image

પુણે: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરથી આવનારા અભિજીત દીપકેએ સીજેઆઈ સૂર્યકાંતની એક ટિપ્પણી બાદ કોક્રોચ જનતા પાર્ટી બનાવી હતી. ત્યારથી તે ચર્ચામાં આવ્યા છે. દેશમાં પહેલા જેન ઝી પ્રોટેસ્ટને લીડ કરનાર સીજેપી સંસ્થાપક અભિજીત દીપકેના અમેરિકામાં અભ્યાસ કરવાના વિવાદ બાદ હવે તેમના બૂટ પર વિવાદ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર તેમના બૂટની કિંમતને લઈને પ્રશ્નો ઊભા થયા છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિજીત દીપકેએ પહેરેલા સ્પોર્ટ્સ શૂઝની કિંમત 33 હજાર રૂપિયાથી વધારે છે. 

પહેલા ભણતરના ખર્ચ પર વિવાદ થઈ ચુક્યો 

એક સોશિયલ મીડિયાના પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે અભિજીત દિપકેએ મોંઘા અને બ્રાન્ડેડ બુટ પહેર્યા હતા. આ પહેલીવાર નથી અગાઉ પણ અભિજીત દિપકેની અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા અને તેમાં થયેલા ખર્ચને લઈને પ્રશ્નો ઉભા થયા હતા. આ મામલે ગુજરાતના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા દસ્તાવેજીકરણ કર્યા બાદ અભિજીત દીપકેએ પોતે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે તેણે એજ્યુકેશન લોન લઈને અભ્યાસ પૂર્ણ કર્યો છે. અભિજીત દિપકેના આંદોલન બાદ જ શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામુ આપવું પડ્યું હતું. 

આંદોલનના ફન્ડિંગ પર ઊભા થયા હતા પ્રશ્નો  

અભિજીત દીપકેએ જયારે જંતર-મંતર પર આંદોલન કર્યું હતું ત્યારે આ આંદોલનમાં ફંડિંગના સોર્સને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા. સોશિયલ મીડિયાથી લઈને ટીવી ડીબેટમાં સીજેપીના પ્રવક્તાઓને એ સવાલ પણ પૂછવામાં આવ્યો હતો, જોકે વિદેશ મંત્રાલયે ફોરેન ફંડિંગની મનાઈ ફરમાવી હતી. 

30 વર્ષીય અભિજીત દીપકે અગાઉ આપના વોલેન્ટિયર રહી ચુક્યો છે. તેમણે પુણેથી પત્રકારત્વ અને જનસંચારમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી છે અને અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાંથી પબ્લિક રિલેશનમાં માસ્ટર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી છે. દીપકે અમેરિકાથી સીધા દિલ્હી પહોંચ્યા પછી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માગને લઈને પ્રોટેસ્ટ શરૂ કર્યું હતું. દીપકેએ સપ્ટેમ્બરથી 'ક્યાં બોલતી પબ્લિક' અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે.