અમદાવાદઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રામોલ વિસ્તારમાં એક 34 વર્ષીય યુવકે કાચથી પોતાના જમણા હાથની નસ કાપીને જીવન ટૂંકાવી લીધું હતું. જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી. મૃતકની ઓળખ ઘનશ્યામભાઈ પ્રજાપતિ તરીકે થઈ છે.
ઘટનાની જાણ થતાં જ રામોલ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.
યુવકે આ પ્રકારનું અંતિમ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. રામોલ પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધીને પરિવારજનોની પૂછપરછ સહિત આગળની વધુ તપાસ હાથ ધરી છે. યુવકે જાહેરમાં આવું પગલું ભરતાં ચકચાર મચી ગઈ હતી.