Mon Aug 17 2026

Logo

ગુજરાતમાં બે મહિનામાં આ સરકારી વિભાગમાં 10 હજારની થશે ભરતી, હાઈકોર્ટે લીલી ઝંડી આપતાં માર્ગ મોકળો

2026-08-08 10:48:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં બે મહિનામાં સરકારી વિભાગમાં 10 હજારની ભરતી થશે. હાઈકોર્ટે લીલી ઝંડી આપતાં માર્ગ મોકળો થયો હતો. મળતી વિગત મુજબ, ગુજરાતમાં પ્રાથમિક શિક્ષક બનવાની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારો માટે ગુજરાત હાઈકોર્ટ તરફથી ખૂબ જ મહત્વના સમાચાર આવ્યા હતા. હાઈકોર્ટે વિદ્યાસહાયકોની TET-1 ભરતી અંગે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવને મંજૂરી આપી હતી. 

કેટલાક ગેરલાયક ઠેરવવામાં આવેલા ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી અરજીઓના કારણે આ ભરતી પ્રક્રિયા લાંબા સમયથી અટકેલી પડી હતી, પરંતુ મહિનાઓ બાદ હાઈકોર્ટના આ નિર્ણાયક પગલાથી TET-1 ભરતીને ફરી મોટો વેગ મળ્યો છે. હાઈકોર્ટની લીલી ઝંડી મળતાં રાજ્યમાં 10 હજાર વિદ્યાસહાયકોની ભરતી કરવાનો માર્ગ મોકળો થયો હતો. આ નિર્ણયથી હજારો લાયક ઉમેદવારોમાં ખુશીની લહેર ફરી વળી હતી. 

જોકે સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ તા બાદ યોગ્ય લાયકાત કે અન્ય નિયમોના કારણે 700થી વધુ ઉમેદવારોની જગ્યાઓ ખાલી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અગાઉ ટેટ પરીક્ષામાં ખોટા પ્રશ્નોને સંખ્યાબંધ ગેરલાયક ઉમેદવારો દ્વારા મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
ભવિષ્યમાં વધુ 5 હજાર વિદ્યાસહાયકોને કરાશે ભરતી

શિક્ષણ ક્ષેત્રે નવી તકો ઉભી કરવા અને શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોની અછત પૂરી કરવા માટે સરકારે આગામી સમયનું પણ આયોજન સ્પષ્ટ કર્યું છે. આ વર્તમાન ભરતી પ્રક્રિયા બાદ ભવિષ્યમાં વધુ 5 હજાર વિદ્યાસહાયકોની નવી ભરતી કરવાનું વિશિષ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેનાથી ટેટ પાસ ઉમેદવારોને ભવિષ્યમાં પણ રોજગારીની તકો મળી રહેશે.