RSS પ્રમુખ મોહન ભાગવતના અમેરિકી પ્રવાસ અને ન્યુયોર્કના જાણીતા મેડિસિન સ્કવેર ગાર્ડન (MSG)માં તેમના પ્રસ્તાવિત કાર્યક્રમને લઇને વિવાદ ઉભો થયો છે. આ કાર્યક્રમના વિરોધમાં જે અવાજો ઉભા થયા છે તેમાં એક નવું નામ ન્યૂયોર્ક શહેરના મેયર જોહરાન મમદાનીનું જોડાઇ ગયું છે. પરંતુ હવે અમેરિકી સિંગર અને એક્ટ્રેસ મેરી મિલબેને ટીકાકારો , ખાસ કરીને મમદાની પર નિશાન સાધ્યું છે. આફ્રિકી-અમેરિકી સિંગર મિલબેને આરોપ લગાવ્યો કે ભાગવતના વિરોધી ફક્ત એટલા કાર્યક્રમનો વિરોધ કરી રહ્યા છે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ વિરુદ્ધ છે.
મિલબેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું , "મમદાની અને એ બધા સમાજવાદી લોકો મેડિસીન સ્ક્વેર ગાર્ડનમાં યોજાનારા મોહન ભાગવતના કાર્યક્રમનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ વિરોધી છે.." ભાગવતના વિરોધીઓની રાજકીય સોચ પર નિશાન સાધતા તેમણે લખ્યું "આ લોકો સમાજવાદની વિચારસરણી રાખે છે, એટલે તે મૂડિવાદ (કેપિટલિઝમ) ને નથી સમજતા." તેમણે વધુમાં કહ્યું , "MSGની સમાજવાદીઓની વાતોના હિસાબે નહી ચાલે. એટલે આ કાર્યક્રમ થશે."
ન્યૂયોર્ક ખાતે RSSનો કાર્યક્રમ
કાર્યક્રમની વેબસાઇટ અનુસાર, RSS પ્રમુખ મોહન ભાગવત શનિવારે મૅડિસન સ્ક્વેર ગાર્ડનમાં યોજાનારા કાર્યક્રમમાં વક્તવ્ય આપશે. વેબસાઇટના જણાવ્યા મુજબ, 29 ઓગસ્ટે યોજાનાર આ કાર્યક્રમનું નામ "યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન" છે. તેમાં અમેરિકામાં રહેતા હિન્દુ સમુદાયના લોકોને એકત્રિત કરવાની વાત કરવામાં આવી છે.
કાર્યક્રમનો વિરોધ
અનેક સ્થાનિક સંસ્થાઓએ મોહન ભાગવતની ઉપસ્થિતિ અને RSSના ઇતિહાસને લઈને કાર્યક્રમની આયોજકોની આલોચના કરી છે. જોહરાન મમદાની પણ આ કાર્યક્રમના આલોચકોમાં સામેલ છે.