Sat Sep 05 2026

Logo

દિલ્હીમાં ફરી નિર્ભયા જેવી હેવાનિયત: સ્લીપર બસમાં મહિલા પર ગેંગરેપ, ડ્રાઈવર-કંડક્ટરની ધરપકડ

2026-05-14 11:00:00
Author: Savan Zalariya
દિલ્હીમાં ફરી નિર્ભયા જેવી હેવાનિયત: સ્લીપર બસમાં મહિલા પર ગેંગરેપ, ડ્રાઈવર-કંડક્ટરની ધરપકડ

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી મહિલાઓ માટે ખુબ જ અસલામત માનવામાં આવે છે, એવામાં વધુ એક આઘાતજનક કિસ્સો બન્યો છે. દિલ્હીમાં એક સ્લીપર કોચ બસમાં એક મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે, આ મામલે બે આરોપીઓ ડ્રાઇવર અને કંડક્ટરની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ સ્ટેશનમાં પીડિત મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ સોમવારે રાત્રે દિલ્હીના રાની બાગ વિસ્તારમાં બસની અંદર બે પુરુષોએ તેના પર બળાત્કાર ગુજાર્યો. પીડિતા પીતમપુરાના ઝૂંપડપટ્ટી વિસ્તારની રેહવાસી છે, તે માંગોલપુરીની એક ફેક્ટરીમાં નોકરી કરે છે.

દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ ગુનામાં કથિત રીતે વાપરવામાં આવેલું વાહન જપ્ત કરવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ તપાસ ચાલુ છે અને તમામ સંભવિત પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ  11 મેની રાત્રે મહિલા નોકરી પતાવ્યા બાદ ઘરે પરત ફરી રહી હતી. ત્યારે સરસ્વતી વિહારમાં બસ સ્ટોપ પર એક સ્લીપર બસ આવી. મહિલા બસના દરવાજા પાસે ઉભેલા એક પુરુષને સમય પૂછવા માટે ગઈ, ત્યારે પુરુષે બળજબરીથી તેને બસમાં બેસાડી. આરોપીએ બસને નાંગલોઈ વિસ્તારમાં લઇ ગયા, જ્યાં આરોપીઓએ મહિલા પર બલાત્કાર ગુજાર્યો. 

પોલીસ ફરિયાદ મુજબ મહિલા પરિણીત છે અને તેના ત્રણ બાળકો છે. તેની તબીબી તપાસ પછી બાદ  FIR નોંધવામાં આવી હતી. હાલ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.