Sun Aug 30 2026

Logo

મેટ્રોની રફતારને અચાનક પીકઅવર્સમાં કેમ લાગી હતી 'બ્રેક', મેટ્રો પ્રશાસને શું કહ્યું?

2026-05-22 16:16:00
Author: Mumbai Samachar Team
મેટ્રોની રફતારને અચાનક પીકઅવર્સમાં કેમ લાગી હતી 'બ્રેક', મેટ્રો પ્રશાસને શું કહ્યું?

મુંબઈઃ ધીમે ધીમે મુંબઈની સેકન્ડ લાઈફલાઈન બની રહેલી મુંબઈ મેટ્રો મહિનામાં બીજી વખત અસર પડી હતી. સવારના પીકઅવર્સમાં ટેક્નિકલ ખામીને કારણે ટ્રેનસેવા પર ગંભીર અસર પડી હતી, જેના કારણે પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મેટ્રોની એક્વા લાઈનની ટેક્નિકલ ખામીને કારણે કામગીરી અટકી જતા અસંખ્ય લોકો કલાકો સુધી અટવાયા હતા.

આ વિક્ષેપ 33.5 કિલોમીટરના અંડરગ્રાઉન્ડ કોરિડોરમાં બીજી વખત સર્વિસ ખોરવાઈ હતી. આ મેટ્રો શહેરના મુખ્ય સ્ટેશન છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને  દક્ષિણ મુંબઈના કફપરેડ વચ્ચે આરે જેવીએલઆર ખોરવાતા પ્રવાસીઓની ટ્રેન વિના ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી. જોકે, ટેક્નિકલ ખામીને કારણે વહીવટી પ્રશાસન પણ હરકતમાં આવી ગયું હતું. બીજી બાજુ લોકોએ વહીવટી પ્રશાસનની કામગીરી અંગે પણ સોશિયલ મીડિયા પર સવાલો કર્યાં હતા.

આ અગાઉ છઠ્ઠી મેના દિવસે ટી-ટૂ એરપોર્ટ પર આગ લાગવાના કારણે મેટ્રોની ટ્રેનસેવા પર અસર પડી હતી. મળતી માહિતી આજે સવારના લગભગ 8:45 વાગ્યાના સમયગાળા દરમિયાન સંપૂર્ણ એક્વા લાઇન પર અસર જોવા મળી હતી, ત્યાર પછી લગભગ પોણો કલાક સુધી ટ્રેનસેવા પર અસર પડી હતી, પરિણામે અનેક સ્ટેશન પર પ્રવાસીઓની ભયાનક ભીડ રહી હતી.

સોશિયલ મીડિયા પર પણ લોકોએ પ્રશાસનની કામગીરી અંગે ગંભીર સવા કર્યા હતા અને કહ્યું હતું કે ટેક્નિકલ ખામી પછી પણ કોઈ પ્રોપર એનાઉન્સમેન્ટ કરવામાં આવતું નથી, પરિણામે લોકો ક્યાં સુધી મેટ્રોની રાહ જુઓ. ગણતરીના કલાકમાં મેટ્રોની ટ્રેનસેવા શરુ કરવામાં આવી હતી. ડાઉન અને અપલાઈન એમ બંને લાઈનની ટ્રેન પર ટેક્નિકલ ખામીને કારણે અસર થઈ હતી. ટેક્નિકલ ખામીનો ઉકેલ લાવવામાં આવ્યા પછી ટ્રેનસેવા રાબેતા મુજબ ચાલુ થઈ હતી, એમ મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું.