Fri Jun 19 2026

Logo

કેન્દ્રમાં IG સમકક્ષ હોદ્દા માટે ગુજરાતના કયા IPS અધિકરીઓનો થયો સમાવેશ?

2026-05-27 14:55:00
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના પર્સનલ, પબ્લિક ગ્રીવાન્સીસ એન્ડ પેન્શન મંત્રાલય (ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ - DoPT) દ્વારા એક મહત્વપૂર્ણ સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. વડા પ્રધાનની અધ્યક્ષતાવાળી એપોઇન્ટમેન્ટ્સ કમિટી ઓફ ધ કેબિનેટ (ACC) એ દેશના કુલ 68 IPSને કેન્દ્ર સરકારમાં ઇન્સ્પેક્ટર જનરલ (IG) અથવા તેના સમકક્ષ પદ પર નિયુક્તિ માટે મંજૂરી આપી હતી. જેમાં ગુજરાતના 3 IPS અધિકરીઓનો સમાવેશ થયો હતો.

25 મે, 2026ના રોજ જાહેર કરાયેલા આ સત્તાવાર પત્ર અનુસાર, અલગ-અલગ બેચ અને કેડરના અધિકારીઓની યોગ્યતાની ચકાસણી કર્યા બાદ આ યાદી તૈયાર કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની આ યાદીમાં ગુજરાત  કેડરના વર્ષ 2008 ની બેચના ત્રણ બાહોશ આઈપીએસ અધિકારીઓ સ્થાન મેળવવામાં સફળ રહ્યા હતા.


કયા 3 અધિકારીઓનો થયો સમાવેશ

1. સારાહ અફઝલ અહેમદ રિઝવી  
2. શોભા પુરુષોત્તમ ભુતડા  
3. પ્રદીપ ભીમરાવ શેજુળ  

યાદીમાં સૌથી સિનિયર અધિકારી 2001 ની બેચના (ઓડિશા કેડર) છે. આ ઉપરાંત 2003, 2004, 2007 અને મુખ્યત્વે 2008 ની બેચના અધિકારીઓ સામેલ છે. આ યાદીમાં ગુજરાત ઉપરાંત દિલ્હી, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, ઓડિશા, આસામ-મેઘાલય, આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને કેરલમ કેડરના આઈપીએસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

આ મંજૂરી બાદ હવે આગામી દિવસોમાં આ અધિકારીઓને કેન્દ્રીય સુરક્ષા દળો અથવા કેન્દ્રીય એજન્સીઓ અને મંત્રાલયોમાં આઈજી તરીકે નવી નિયુક્તિઓ આપવામાં આવશે.