Mon May 11 2026

Logo

મહાઅવતારમાં હવે શ્રદ્ધા કપૂર કરશે વિકી કૌશલ સાથે રોલ, સ્ટોરી અંગે સસ્પેંસ

2026-04-10 22:53:17
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ વિકી કૌશલની આગામી ફિલ્મ 'મહાવતાર' માં શ્રદ્ધા કપૂરના પ્રવેશ અંગે અહેવાલો સામે આવી રહ્યા છે.ચાહકો આ નવી ઓન-સ્ક્રીન જોડીને લઈને ખૂબ જ ઉત્સાહિત છે,જોકે હજુ સુધી કાસ્ટિંગ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. અહેવાલો અનુસાર, ફિલ્મ નિર્માતાઓ હાલમાં શ્રદ્ધા કપૂર સાથે વાતચીત કરી રહ્યા છે. 

શ્રદ્ધા કરશે લીડ રોલ
શ્રદ્ધા આ ભૂમિકામાં સંપૂર્ણ રીતે ફિટ બેસે છે. ટીમ એવા ચહેરાની શોધમાં હતી જે સ્ટાર પાવર અને મજબૂત સ્ક્રીન પ્રેઝન્સ તરીકે ઊભરી આવે. શ્રદ્ધા આમાં ફીટ બેસે છે. વિકી અને શ્રદ્ધાની જોડી સંપૂર્ણપણે પહેલીવાર સ્ક્રિન શેર કરી રહી છે. ફિલ્મ નિર્માતાઓને વિશ્વાસ છે કે દર્શકો આ સંયોજનની પ્રશંસા કરશે. દીપિકા પાદુકોણ આ ફિલ્મનો ભાગ બનશે,  જોકે હવે એવું લાગે છે કે દીપિકા અને ફિલ્મ નિર્માતાઓ વચ્ચે કોઈ કરાર થઈ શક્યો નથી. તેમ છતાં, આ બાબતે ક્યારેય કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

બીજા શુટિંગમાં વિકી વ્યસ્ત
વિકી કૌશલ હજુ સુધી તેની તૈયારી શરૂ કરી શકતો નથી, કારણ કે તે હાલમાં સંજય લીલા ભણસાલીની લવ એન્ડ વોરના શૂટિંગમાં વ્યસ્ત છે, જે એક પ્રોજેક્ટ છે જેમાં તેને એથ્લેટિક શરીર હોવું જરૂરી છે. મહાવતારમાં વિકી કૌશલને એક કુસ્તીબાજ જેવું વિશાળ, ભારે વજનનું શરીર બનાવવાની જરૂર પડશે. આ માટે હાલ તો તે ફીટ નથી. ફિલ્મમાં મેટ વાળ પણ પહેરવા પડશે. લવ એન્ડ વોરનું શૂટિંગ પૂર્ણ થયા પછી, તે તેના નવા લુક માટે એક ખાસ ડાયેટ પ્લાન અને વર્કઆઉટ રૂટિન અપનાવશે.