Fri Sep 04 2026

Logo

વૈભવ સૂર્યવંશીને ટીમ ઇન્ડિયામાં સમાવવાની તૈયારી? સચિનનો રેકોર્ડ તોડી શકે

2026-04-14 12:24:00
Author: Ajay Motiwala
વૈભવ સૂર્યવંશીને ટીમ ઇન્ડિયામાં સમાવવાની તૈયારી? સચિનનો રેકોર્ડ તોડી શકે

ગુવાહાટી: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મૅચમાં પોતાના પહેલા જ બૉલમાં વિકેટ ગુમાવી બેઠો અને કરીઅરમાં તે પહેલી જ વખત ગોલ્ડન ડકનો શિકાર બન્યો, પરંતુ તેના વિશે એક સકારાત્મક અહેવાલ વાયરલ થયો છે કે આઈપીએલ પછી તેને ભારતીય ટીમ (team)માં સમાવી લેવામાં આવશે. એ સાથે વૈભવ ભારતીય ક્રિકેટરોમાં સૌથી નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર ખેલાડી બનશે.

વૈભવ (Vaibhav) ભારતનો યંગેસ્ટ ખેલાડી બનશે તો ત્યારે તેણે સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો કહેવાશે. સચિને (Sachin) 1989માં 16 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું અને વૈભવ હજી 15 વર્ષનો છે.

આગામી જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં ભારતીય ટી-20 ટીમ આયર્લેન્ડના બે મૅચના પ્રવાસે જશે. ચીફ સિલેકટર અજિત આગરકરના અધ્યક્ષ સ્થાનમાં જે સિલેક્શન કમિટી ટીમ સિલેક્ટ કરશે એમાં વૈભવ સૂર્યવંશીનું નામ હશે એવી સંભાવના છે.

આઈપીએલમાં વૈભવ રાજસ્થાન રોયલ્સ ટીમ વતી રમે છે. ગયા વર્ષે તેણે યંગેસ્ટ અને ફાસ્ટેસ્ટ સેન્ચુરિયન તરીકેનો ભારતીય વિક્રમ નોંધાવ્યો હતો. આ વખતે પણ તે કેટલીક ધમાકેદાર ઇનિંગ્સ રમી ચૂક્યો છે. સિલેક્શન કમિટી ઈચ્છે છે કે વૈભવને સૌથી પહેલાં આયર્લેન્ડ જેવા દેશની ટીમ સામે અજમાવી શકાય.