Tue Sep 22 2026

Logo

ભારતની પરમાણુ તાકાત વધીઃ અમેરિકન રિપોર્ટમાં ખુલાસો, દુશ્મન દેશોની ઊંઘ હરામ

2026-09-10 19:49:04
Author: Mumbai Samachar Team
ભારતની પરમાણુ તાકાત વધીઃ અમેરિકન રિપોર્ટમાં ખુલાસો, દુશ્મન દેશોની ઊંઘ હરામ

નવી દિલ્હી/વોશિંગ્ટનઃ પહલગામ હુમલા પછી ભારત દરેક મોરચે સાવધ બન્યું છે. સંરક્ષણ પોલિસીમાં પણ નિરંતર ફેરફાર કરીને સૈન્યને મજબૂત બનાવી રહ્યું છે, જેને લઈ દુનિયાની નજર ભારત પર મંડરાયેલી રહે છે, ત્યારે ભારત પાસે પરમાણુ હથિયારોની સંખ્યા મુદ્દે અમેરિકાએ મહત્ત્વનો રિપોર્ટ આપ્યો છે, જેને લઈ દુશ્મન દેશોની ઊંઘ હરામ થઈ શકે છે. ભારત પાસે 190 પરમાણુ હથિયાર હોવાનો અહેવાલ આપ્યો છે, જ્યારે આગામી વર્ષોમાં એની સંખ્યામાં ધરખમ વધારો થઈ શકે છે.

પરમાણુ શક્તિમાં વધારો કરવામાં આવ્યો

ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટ (FAS)ના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતના પરમાણુ બોમ્બની સંખ્યા 190 છે, જ્યારે હજુ પણ એમાં વધારો કરવામાં આવી રહ્યો છે. આ રિપોર્ટ ક્યાંથી મેળવવામાં આવ્યો તો એના અંગે વિગતે જણાવ્યું છે કે ઓપન સોર્સ, સરકારી ડેટા અને કમર્શયિલ સેટેલાઈટ્સથી લેવામાં આવેલી તસવીરોના આધારે વિશ્વલેષણ કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર ભારત નિરંતર પોતાની પરમાણુ શક્તિમાં વધારો કરવાની સાથે આધુનિક બનાવવાનો પણ પ્રયાસ કરે છે, જેમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નવી પરમાણુ સક્ષમ હથિયાર સેનામાં પણ સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે અમુક નવા શસ્ત્રોની સિસ્ટમ પણ તૈયાર કરવામાં આવી છે. એક અંદાજ પ્રમાણે ભારત પાસે 2020માં 150 પરમાણુ બોમ્બ હતા, જ્યારે એની સંખ્યા 2026માં વધીને 190 થઈ છે.

રિપોર્ટ અનુસાર 2026ની શરુઆત સુધીમાં ભારતની પાસે લગભગ 730 કિલો હથિયાર બનાવવાનું પ્લુટોનિયમ પણ હાસલ કરવામાં આવ્યો હોવાનું અનુમાન છે. પ્લુટોનિયમથી 225 સુધી વોરહેડ બનાવી શકાય છે. જોકે, રિપોર્ટમાં એ વાત સ્પષ્ટ કરી છે કે આ ફક્ત અનુમાન છે, જ્યારે વાસ્તવિક સંખ્યા વોરહેડની ડિઝાઈન અને રિઝર્વમાં રાખવામાં આવેલી સામગ્રી પર નિર્ભર કરે છે.

એફએએસ રિપોર્ટમાં અગ્નિ-V શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ છે, જ્યારે રિપોર્ટમાં જણાવ્યું છે કે એમઆઈઆરવી ટેક્નિકનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જ્યારે તેનો અર્થ એ છે કે એક મિસાઈલમાં એક એવા વોરહેડને લઈ જવાની ક્ષમતા વિકસિત કરવામાં આવે છે, જેને અલગ અલગ લક્ષ્યાંકો સુધી લઈ જઈ શકાય છે.

નવા રિએક્ટર પણ બનશે ગેમચેન્જર

એપ્રિલ 2026માં ભારતમાં 500 મેગાવોટ પ્રોટોટાઈપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર (પીએફબીઆર)એ પહેલી વખત ક્રિટિકલિટી હાંસલ કરી હતી. એફએએસના અનુમાન અનુસાર 80 ટકા ક્ષમતા પર ચાલતા તેની વાર્ષિક લગભગ 140 કિલો પ્લુટોનિયમ 239 ઉત્પન્ન કરે છે, જેમાં લગભગ 35 વોરહેડ બની શકે છે, જ્યારે આગળ ફાસ્ટ બ્રિડર રિએક્ટર બનાવવાની પણ યોજના છે. રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર દેશમાં જમની, હવા અને દરિયા એમ ત્રણેય માધ્યમથી પરમાણુ હથિયારનો ઉપયોગ કરવાની ક્ષમતા વિકસિત કરવામાં આવી રહી છે. 

અહીં એ જણાવવાનું કે ભારત પરમાણુ દેશ હોવાની સાાથે સાથી રાષ્ટ્રો પર પરમાણુ બોમ્બથી સમૃદ્ધ છે, પરંતુ વધતા તણાવને લઈ દુનિયાની મહાસત્તા પર ચિંતા ઊભી થાય છે. અત્યાર સુધીની મળતી માહિતી અનુસાર દુનિયાના એક નવ દેશ પાસે 12,187 પરમાણુ બોમ્બ છે, જેમાં ભારત, ફ્રાન્સ, ચીન, પાકિસ્તાન, ઉત્તર કોરિયા અને ઈઝરાયલનો સમાવેશ થાય છે, જેમાંથી 9,745 તો ઉપયોગ માટે પણ તૈયાર છે. પરમાણુ શસ્ત્રોની રીતે જોવામાં આવે તો રશિયા પછી સૌથી વધુ શસ્ત્રો છે, જ્યારે ભારતનો છઠ્ઠો નંબર છે.