વોશિંગટનઃ મિડલમાં વધી રહેલા સંવેદનશીલ માહોલને લઈને અને જે રીતે યુદ્ધ આગળ વધી રહ્યું છે એ ધ્યાને લઈને અમેરિકાને હવે ઘા માર્યા બાદ ભાન થયું છે. અમેરિકાએ પોતાના 100 વર્ષ જૂના જોંસ એક્ટ(Jones Act)માં ન છૂટકે ફેરફાર કર્યા છે. આ એ જ કાયદો છે જેના કારણે અમેરિકામાં તેલ મોંઘુ થઈ રહ્યું છે.
જોંસ એક્ટ(Jones Act) અનુસાર અમેરિકાના એક પોર્ટ પરથી બીજા પોર્ટ સુધી ક્રૂડ ઓઈલ અથવા સામાન લઈ જવા કે લઈ આવવા માટે માત્ર અમેરિકાના જહાજનો જ ઉપયોગ થઈ શકે.
કાયદા અનુસાર શું હતું?
જહાજ અમેરિકામાં બનેલું હોવું જોઈએ અને માલિક અમેરિકાનો નાગરિક હોવો જોઈએ. આ ઉપરાંત જહાજના ક્રૂ મેમ્બર્સ પણ અમેરિકના જ હોવા જોઈએ. આ જ કારણ છે કે, અમેરિકામાં જહાજ તૈયાર કરવું અને ઓઈલ શિપિંગ બીજા દેશની તુલનામાં ચારગણું મોંઘુ પડે છે. અમેરિકાની સૌથી મોટી સમસ્યા એ છે કે,ડૉમેસ્ટિક ક્રૂડની પ્રોસેસ એમને મોંઘી પડી રહી છે. આવું વારંવાર થાય છે. ન્યુયોર્કમાં ટેક્સાસની તુલનામાં પશ્ચિમ આફ્રિકાથી ક્રૂડ ખરીદવું સસ્તું પડે છે. આ સમસ્યા પાછળ જોંસ એક્ટ(Jones Act) જવાબદાર છે.
આંતરરાષ્ટ્રીય સપ્લાય અટકી
મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવને કારણે અમેરિકામાં ક્રૂડ ઓઈલની સપ્લાય અટકી ગઈ છે. હોર્મુઝમાં લડાઈ થતા હવે ક્રૂડ ઓઈલની કિંમત 100 ડૉલર સુધી પહોંચી ગઈ છે.જેના કારણે અમેરિકામાં પેટ્રોલ 60 સેન્ટ મોંઘુ થયું છે. પરિસ્થિતિને ઘ્યાને લેતા ટ્રમ્પ તંત્રએ જોંસ એક્ટ(Jones Act)અંતર્ગત 30 દિવસમાં કેટલીક છૂટછાટ આપવી પડે એવી સ્થિતિ ઊભી થઈ છે.
આ કારણે વિદેશી જહાજ અમેરિકામાં ક્રૂડ ઓઈલ અનલોડ કરી શકે છે. હવ સપ્લાય વધશે અને કિંમત કંટ્રોલમાં આવશે તો રાહત મળશે પણ ટ્રમ્પ તંત્રને આ રાહત આપતા ઘણો સમય વીતી જશે.
છૂટ મળશે તો શું થશે?
જોંસ એક્ટ(Jones Act) કાયદા અંતર્ગત ફેરફારના અવકાશથી છૂટ મળશે તો અમેરિકાના માર્કેટમાં વિદેશી જહાજની એન્ટ્રી થશે. શિપિંગનો ખર્ચો બચી જશે અને સમય પણ બચી જશે. ક્રૂડની કિંમતને કંટ્રોલ કરવામાં મોટી મદદ મળી રહેશે. અમેરિકામાં જહાજ તૈયાર કરનારા અને શિપિંગ યુનિયન જેઓ અમેરિકામાં છે તેમણે આ કાયદાની છૂટછાટનો વિરોધ કર્યો છે.
એમનું એવું કહેવું છે કે આનાથી અમેરિકામાં શિપિંગ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલા અમેરિકન્સને નુકસાન થશે. એમની નોકરી પણ જશે. ડૉમેસ્ટિ ઉદ્યોગ નબળો પડશે. ટ્રમ્પ તંત્રની પ્રાથમિકતા કિંમતને કંટ્રોલ કરવાની છે. કારણ કે, આના કારણે અમેરિકન્સ લોકોના ખિસ્સા પર ડામ લાગી રહ્યો છે.
જોંસ એક્ટ(Jones Act) શું છે?
અમેરિકામાં જહાજ તૈયાર થયેલું હોવું જોઈએ, માલિક અમેરિકન હોવા જોઈએ અને ક્રૂ મેમ્બર્સ પણ અમેરિકન જોઈએ. હવે જ્યારે કોઈ જહાજ એક પોર્ટથી બીજા પોર્ટ પર અમેરિકામાં આંતરિક રીતે જ ફરે છે તો એના પર કેટલાક ચાર્જિસ લાગે છે.
હવે વિદેશી જહાજને એન્ટ્રી મળે અને ક્રૂડ કે એ સિવાયની સામગ્રી અનલોડ થાય તો આ ખર્ચો બચી જાય, કિંમત કંટ્રોલ થાય અને ક્રૂડ કે જીવનજરૂરી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ય થાય. પણ આ છૂટ મળે તો શક્ય બને. જે હવે અમેરિકાએ કર્યું છે. અમેરિકામાં જહાજને લગતા નિયમ અનુસાર સામગ્રી ભલે બીજા દેશની હોય પણ પોર્ટથી પોર્ટ જ્યારે ફેરી થાય ત્યારે અમેરિકન વસ્તુ કે વ્યક્તિ હોવા અનિવાર્ય છે.