Fri Sep 04 2026

Logo

અમેરિકા ઇઝરાયલે ઈરાનના પાવર પ્લાન્ટ અને બુશેહર પરમાણુ કેન્દ્ર પર હુમલો કર્યો

Tehran   2026-04-04 16:25:00
Author: Chandrakant Kanoja
અમેરિકા ઇઝરાયલે ઈરાનના પાવર પ્લાન્ટ અને બુશેહર પરમાણુ કેન્દ્ર પર હુમલો કર્યો

Reuters


તહેરાન: મિડલ ઈસ્ટમાં અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ વધુ ઉગ્ર બની રહ્યું છે. જેમાં છેલ્લા 24 કલાકમાં ઈરાન દ્વારા આક્રમક હુમલાઓ બાદ હવે અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલા શરૂ કર્યા છે. જેમાં અમેરિકા અને ઇઝરાયલે ઈરાનના  પાવર પ્લાન્ટ અને બુશેહર પરમાણુ કેન્દ્ર પર ઘાતક હુમલો કર્યો છે. આ બુશેહર સુવિધા પર ચોથો મોટો હુમલો હતો. જે ઈરાનના કથિત પરમાણુ પ્લાન્ટની બ્રાઉન્ડી  વોલ નજીક હતો. જોકે, આ હુમલા છતા પાવર પ્લાનટ કાર્યરત હોવાનો ઇરાને દાવો કર્યો છે.  આ હુમલા એક સુરક્ષાકર્મીનું મોત થયું હોવાની પણ માહિતી પ્રકાશમાં આવી છે. 

ઇરાનના હુમલાનો બદલો લેવા માટે આ હુમલો 

આ હુમલા અંગે એવું માનવામાં આવે છે કે આ ઇઝરાયલ અને અમેરિકાએ ઇરાનના હુમલાનો બદલો લેવા માટે આ હુમલો કર્યો છે. જેમાં ઇરાને દાવો કર્યો હતો કે તેણે અમેરિકાના ફાઇટર જેટ, એક એરક્રાફ્ટ કેરિયર, એટેક હેલિકોપ્ટર, MQ-9 ડ્રોન અને ક્રુઝ મિસાઇલો તોડી પાડી છે.  ઇરાનના દાવા મુજબ હુમલાથી 24 કલાકના સમયગાળામાં અમેરિકાને યુદ્ધમાં અત્યાર સુધીનું સૌથી મોટું નુકસાન થયું છે. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ  ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તહેરાનની મિસાઇલ-ફાયરિંગ અને એર ડિફેન્સ સિસ્ટમ ક્ષમતાઓ લગભગ સમાપ્ત થઈ ગઈ છે તેના બે દિવસ પછી જ ઇરાને અમેરિકાના ફાઇટર  વિમાનો પર આ હુમલો શરૂ કર્યો.

બે થી ત્રણ અઠવાડિયામાં ઈરાન પર મોટા હુમલા કરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે, મિડલ ઈસ્ટમાં અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ફરી એકવાર ઈરાનને ધમકી આપી હતી. તેમજ કહ્યું છે કે અમેરિકન સૈન્યએ હજુ સુધી ઈરાનના અનેક લક્ષ્યોને નષ્ટ કરવાનું શરૂ નથી કર્યું. તેમજ એવું લાગે છે કે પાષાણ યુગ હજુ ઘણો દૂર છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ પોસ્ટ ઈરાનમાં સૌથી મોટા  પુલને તોડી પાડયા બાદ કરી છે.તેમજ અમે અત્યારે માત્ર પૂલોને નિશાન બનાવ્યા છે. તેમજ તેની બાદ પણ જો ઈરાન કરાર કરવા સંમત નહિ થાય તો પાવર પ્લાન્ટ પર  હુમલા કરવામાં આવશે.  ટ્રમ્પે અગાઉ પણ  જણાવ્યું હતું કે આગામી બે થી ત્રણ અઠવાડિયામાં ઈરાન પર મોટા હુમલા કરવામાં આવશે.