Sun Aug 30 2026

Logo

ખામેનીની હત્યાનો બદલો લેવા ઈરાને 'સ્લીપર સેલ' સક્રિય કર્યા! યુએસને મળ્યો સીક્રેટ મેસેજ

Washington DC   2026-03-10 11:17:00
Author: Savan Zalariya
ખામેનીની હત્યાનો બદલો લેવા ઈરાને 'સ્લીપર સેલ' સક્રિય કર્યા! યુએસને મળ્યો સીક્રેટ મેસેજ

વોશિંગ્ટન ડીસી: ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સએ 28 ફેબ્રુઆરીના રોજ સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કરીને સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખામેનીની હત્યા કરી હતી. ઈરાન કોઈ પણ રીતે ખામેની હત્યાનો બદલો લેવા ઈચ્છે છે, એવામાં અહેવાલ છે કે યુએસની ગુપ્તચર એજન્સીઓએ એક એન્ક્રિપ્ટેડ મેસેજ ઇન્ટરસેપ્ટ કર્યો છે, ઇરાને વિદેશમાં "સ્લીપર એસેટ્સ" ને સક્રિય માટે "ઓપરેશનલ ટ્રિગર" શરુ કર્યું  હોઈ શકે છે.

નોંધનીય છે કે હાલ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષમાં ઈરાનને મોટું નુકશાન પહોંચ્યું છે. ઈરાન પણ વળતા હુમલા કરી રહ્યું છે, પણ દેખીતી વાત છે યુએસ અને ઇઝરાયલની સૌન્ય શક્તિ સામે ઈરાન જીતી શકે એવી કોઈ શક્યતા નથી. ઈરાન તેના સુપ્રીમ લીડરની હત્યાને સહન નહીં કરી લે, એવામાં અહેવાલ છે કે બદલો લેવા ઈરાન અન્ય રસ્તા અપનાવી રહ્યું છે.

એક અહેવાલ મુજબ ફેડરલ એલર્ટને ઈરાન પર યુએસ-ઇઝરાયલના સંયુક્ત હુમલાના તરત બાદ ઈરાનથી એક ટ્રાન્સમિશન મળ્યું હતું. આ સિગ્નલ એક સાથે ઘણા દેશોમાં રીબ્રોડકાસ્ટ કરવામાં આવ્યું હતું, જે એક અસામાન્ય પેટર્ન હતી.
આ મેસેજ એન્ક્રિપ્ટેડ હતો, મેસેજ જેના માટે મોકલવામાં આવ્યો હતો, તેમની પાસે પહેલાથી જ જરૂરી ડિક્રિપ્શન કી હોવી જોઈએ. 

સામાન્ય રીતે ગુપ્તચર એજન્સીઓ અથવા આતંકવાદી જૂથો દ્વારા ડિજિટલ ટ્રેસ છોડ્યા વિના મેસેજ સૂચનાઓ મોકલવા માટે આ પ્રકારના કમ્યુનિકેશનનો ઉપયોગ કરે છે. તેઓ ઇન્ટરનેટ અથવા મોબાઇલ નેટવર્ક પર આધાર રાખતા નથી.

અહેવાલ મુજબ એવું શક્ય છે કે ઈરાનની બહાર પ્રિપોઝીટેડ સ્લીપર એસેટ્સને સક્રિય કરવા માટે આ મેસેજ મોકલવામાં આવ્યો હોઈ શકે છે. હાલમાં આ મેસેજમાં શું કહેવામાં આવ્યું છે એ ચોક્કસ કહી શકાય એમ નથી.