શુક્રવારે ઈરાને યુએસના ટુ સીટર F-15E સ્ટ્રાઈક ઈગલ ફાઇટર જેટને તોડી પાડ્યું હતું, જેટ ઈરાનમાં પડ્યું હતું. ક્રેશ બાદ યુએસએ એક પાયલોટને બચાવી લીધો હતો, જ્યારે બીજો પાયલોટ ગુમ હતો. ઈરાને આ પાયલોટને પકડવા અભિયાન ચાલાવ્યું હતું, ત્યારે બીજી તરફ યુએસએ તેને બચાવવા કાર્યવાહી શરુ કરી હતી. એવામાં આજે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ગુમ થયેલા પાયલોટને બચાવી લેવામાં આવ્યો છે.
શુક્રવારે વિમાન ક્રેશ થયા પહેલા વિમાનમાં સવાર સવાર વેપન સિસ્ટમ ઓફિસર અને પાયલોટ પેરાશૂટ વડે બાહર નીકળી ગયા હતાં, વેપન સિસ્ટમ ઓફિસર ને બચાવી લેવામાં આવ્યો હતો, જ્યારે પાઇલટ ગુમ થઇ ગયો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર રવિવારે કહ્યું કે "તે અમને મળી ગયો છે." ટ્રમ્પે જણાવ્યું કે, પાયલોટને બચાવવા "વિશ્વના સૌથી ઘાતક શસ્ત્રો" થી સજ્જ ડઝનેક વિમાનો મોકલવામાં આવ્યા હતાં.
ટ્રુથ સોશિયલ ટ્રમ્પે ગુમ પાઇલટને કેવી રીતે બચાવી લેવામ આવ્યો, તેની વિગતવાર માહિતી આપી. ટ્રમ્પે લખ્યું: "મારા નિર્દેશ પઅનુસાર, યુએસ સેનાએ વિશ્વના સૌથી ઘાતક શસ્ત્રોથી સજ્જ ડઝનબંધ વિમાનો મોકલ્યા હતાં. તેને ઈજાઓ થઈ હતી, પરંતુ તે બિલકુલ ઠીક થઈ જશે."
એક મીડિયા અહેવાલ મુજબ પાયલોટના રેસ્ક્યુ ઓપરેશનમાં સેંકડો સ્પેશિયલ ઓપરેશન સૈનિકો જોડાયા હતાં. આ સૈનિકો ઈરાની ક્ષેત્રમાં ગયા અને તે પાયલોટને શોધીને રેસ્ક્યુ કર્યો, તેને ઈરાનની બહાર લઈ જવામાં આવ્યો હતો અને હવે તે સુરક્ષિત છે.
અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું કે આ ઓપરેશન સંપૂર્ણપણે યોજના મુજબ ચાલુ ન હતું. ઘણી જગ્યાએ ગોળીબાર પણ થયો હતો.