તેહરાનઃ ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ રોકવા માટે બીજા તબક્કાની શાંતિવાર્તા યોજાય એ માટે પ્રયાસ થઈ રહ્યા છે. પાકિસ્તાન સિવાયના રાષ્ટ્રમાં પણ મહાનગરોની પસંદગી પર ચર્ચા-વિચારણા થઈ રહી છે. આ તણાવગ્રસ્ત માહોલ વચ્ચે હવે અમેરિકાએ ચીનની ધમકી આપી દીધી છે. અમેરિકાના સચીવ સ્કોટ બેસેંટે કહ્યું હતું કે, ચીનને ઈરાનમાંથી એક ટીપું પણ ક્રૂડ-કાચા ઓઈલનું લઈ જવા નહીં દઈએ. ઈરાનથી ચીન જતા સમુદ્રી જળમાર્ગને ઈરાદાપૂર્વક કાપી નાંખવામાં આવશે.

ચીન નહીં પહોંચે જહાજ
અમેરિકાએ ચીનને ધમકી આપતા કહ્યું હતું કે, હવેથી ઈરાનથી એક પણ ક્રૂડ ઓઈલ કે ગેસનું જહાજ બીજિંગ નહીં જાય. ઈરાનના પોર્ટ પર અમેરિકાએ નાકા બંધી કર્યા બાદ આ ધમકી ઉચ્ચારી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકા આ ધમકી બાદ પણ ઈરાની પોર્ટ પરથી ત્રણ જહાજ સુરક્ષિત રીતે હોર્મુઝ પાર કરી ચૂક્યા છે. અમેરિકા એવા દાવા કરે છે કે, હવેથી એક પણ જહાજ બહાર નીકળી શકશે નહીં. આ દાવા સામે ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિ ઘણી અલગ છે. અમેરિકાના આ સચીવે IMF વિશ્વબેંકની બેઠકમાં સંવાદ કરતા કહ્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટમાંથી હવે ચીનના ટેન્કરને કોઈ રીતે આગળ વધવા દેવામાં નહીં આવે.
અમેરિકાની કડક પોલીસી
તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે,ચીન હવે ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ નહીં ખરીદી શકે. બેસેંટના જણાવ્યા અનુસાર ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાની પોતાની જૂની વ્યવસ્થા યથાવત નહીં રાખી શકે. અમેરિકાની કડક પોલીસી અંતર્ગત ચીનના જહાજને ઈરાનનું ક્રૂડ ઓઈલ લઈને હોર્મુઝ પાર કરવાની મંજૂરી આપવામાં નહીં આવે. હવે ચીન અન્ય કોઈ સ્ત્રોત પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદી શકે છે. હવે ઈરાનનું ક્રૂડ ચીનને મળવું મુશ્કેલ છે. અમેરિકાનું એવું માનવું છે કે, ચીન ઈરાનના સમર્થનમાં છે.
અમેરિકાએ મૂક્યો મોટો આરોપ
થોડા સમય પહેલા ટ્રમ્પે ચીન પર ઈરાનને એક નવી એર ડિફેન્સ સિસ્ટમ આપવાનો આરોપ મૂક્યો હતો. અમેરિકા એ વાત સારી રીતે જાણે છે કે, જો ઈરાન પોતાનું ક્રૂડ ઓઈલ સતત વેચતો રહેશે તો ઈરાનની અર્થવ્યવસ્થામાં કોઈ બ્રેક નહીં લાગે. બીજી તરફ ચીન પર ક્રૂડ મેળવીને પોતાની રીતે જે તે ઑપરેશન અમલમાં મૂકશે. ઈરાનના સમર્થકો પર એક પ્રકારનું દબાણ ઊભું કરવા માટે અમેરિકાએ ચીનને ધમકી આપી છે. હોર્મુઝમાંથી ચીનના જહાજને પાસ ન થવા દેવાનું પગલું ઊઠાવ્યું છે.
ઈરાનની અર્થવ્યવસ્થાને અસર
બેસેંટે કહ્યું હતું કે,અમેરિકા આ પ્રકારની રણનીતિથી ઈરાનની આવકના મુખ્ય સ્ત્રોતને પણ રોકી દેવા માગે છે, જેની સીધી અસર ઈરાનની અર્થવ્યવસ્થા પર પડી શકે છે. હવે સુરક્ષાના મુદ્દે અમેરિકા કંઈ કરે તો દુનિયાભરના દેશની નજર આ પરિસ્થિતિ પર ચોંટેલી રહેશે. આ તણાવગ્રસ્ત માહોલ વચ્ચે રશિયાએ ચીનને ખાતરી આપી છે કે, રશિયા ચીનની ઊર્જાપૂર્તિ કરશે. રશિયા ચીનનું સહયોગી રાષ્ટ્ર છે. એવું માનવામાં આવે છે. અમેરિકાની મિડલ ઈસ્ટને લઈને કેટલીક પોલીસીથી વૈશ્વિક તેલ માર્કેટ પર સીધી અસર પડી શકે છે.
રશિયા બની રહેશે વિકલ્પ
ચીને હવે વૈકલ્પિક સ્ત્રોત જેવા કે, રશિયા, સાઉદી અરેબિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરવી પડશે. આ વસ્તુઓ માત્ર બીજિંગ સુધી પહોંચવાનો જ પડકાર નથી. આર્થિક દ્રષ્ટિકોણ પણ અસર કરે છે.ઈરાન કરતા આ દેશો પાસેથી મળતા ક્રૂડના ભાવમાં પણ તફાવત વધારે હોઈ શકે છે. આ મુદ્દે હજુ સુધી ચીન તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.જ્યારે ચીન ઈરાનને મદદરૂપ થાય છે એવું અમેરિકા માને છે.