Fri Sep 04 2026

Logo

IPL 2026: માત્ર 30 લાખમાં ખરીદાયેલા મહેસાણાના ઉર્વિલને કોચિંગ આપનારા પિતા મુકેશ પટેલ શુ કરે છે ?

2026-05-11 08:46:00
Author: Vimal Prajapati
IPL 2026: માત્ર 30 લાખમાં ખરીદાયેલા મહેસાણાના ઉર્વિલને કોચિંગ આપનારા પિતા મુકેશ પટેલ શુ કરે છે ?

મહેસાણાઃ ભારતમાં અત્યારે આઈપીએલની સિઝન ચાલી રહી છે. ખેલાડીઓ અનેક રેકોર્ડને તોડી રહ્યાં છે. અત્યારે ફરી ગુજરાતી ક્રિકેટર ઉર્વિલ પટેલ ચર્ચામાં આવ્યું છે. કારણ કે, તેણે સૌથી ઝપડી માત્ર 13 બોલમાં 50 રન પૂરા કર્યાં છે. ઉર્વિલ પટેલે ઝડપી અર્ધશતકનો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ઉર્વિલ પટેલ મૂળ મહેસાણા જિલ્લાનો છે. અને તેના પિતાએ જ તેને ક્રિકેટની ટ્રેનિંગ આપેલી છે. તો ચાલો તેની પિતા વિશે જાણીએ કે તેઓ શું કામ કરે છે?

13 બોલમાં ફટકારેલ અર્ધશતક પિતાને સમર્પિત કર્યું

વિગતે વાત કરવામાં આવે તો, ધુરંધર બેટ્સમેન ઉર્વિલના પિતા મુકેશ પટેલ વડનગરમાં શિક્ષક તરીકે કાર્યરત છે. તેઓ અત્યારે પણ હયાત છે. સૌથી મોટીવાત એ છે કે, ગઈકાલે ઉર્વિલ પટેલે 13 બોલમાં અર્ધશતક ફટકારી તે તેના પિતાને સમર્પિત કરી હતી. અર્થશતક ફટકારીને ઉર્વિલે પોતાની ચીઠ્ઠીમાં લખ્યું હતું કે, ‘પપ્પા આ તમારા માટે’ બાદમાં તેણે દેવી-દેવતાઓ નામ લખ્યા હતા. ચિઠ્ઠીમાં લખ્યું કે, ‘પપ્પા આ તમારા માટે, સધી, જોગણી, ચેહર, ગોગા, સિકોતર માના આશીર્વાદ’. આ જોઈ સ્ટેડિયમમાં દરેક વ્યક્તિ ભાવૂક થઈ ગઈ હતી.

મુકેશ પટલે મહેસાણામાં શારીરિક તાલીમ શિક્ષક તરીકે કામ કરતા

ઉર્વિલના પિતાની વધારે વિગતે વાત કરવામાં આવે તો, મુકેશ પટેલ મહેસાણાના ભૂતપૂર્વ યુનિવર્સિટી સ્પ્રિન્ટર અને શારીરિક તાલીમ શિક્ષક છે જેમણે ઉર્વિલને કોચિંગ આપ્યું હતું. મુકેશ પટેલ મહેસાણામાં શારીરિક તાલીમ શિક્ષક તરીકે કામ કરતા હતા અને એક સમયે પોતે પણ ક્રિકેટર બનવાની ઇચ્છા રાખતા હતા. એટલે ઉર્વિલને તેના પિતાએ જ ક્રિકેટની તાલીમ આપી હતી. એટલા માટે જ તેણે પિતાને સમર્પિત કરેલી છે. મુકેશ પટલે પોતે પણ ક્રિકેટર બનવાની ઇચ્છા રાખતા હતા, પરંતુ તે શક્ય ના બન્યું તેના કારણે તેમણે ઉર્વિલને પિતાએ ક્રિકેટર બનાવ્યો છે.

પિતાનું સ્વપ્ન દીકરીએ સાકાર કરી બતાવ્યું

ઉર્વિલના ક્રિકેટ બનવા પાછળ તેના માતા-પિતાનો બહુ મોટો સંઘર્ષ રહ્યો છે, એટલા માટે જ ગઈકાલે તેણે અનોખી રીતે પિતાને યાદ કર્યાં હતા. પિતા મુકેશ પટેલ એક પીટી ટીચર હતા. તેઓ ખુદ રમતમાં મોટું નામ કરવા માગતા હતા, પણ જ્યારે તેમનું સપનું પૂરું ન થયું તો તેણે ઉર્વિલને ખાલી 4 વર્ષની ઉંમરથી કોચિંગ આપવાનું શરુ કર્યું હતું. અત્યારે ઉર્વિલ પટેલે ચેન્નાઈ માટે રમી રહ્યો છે અને રેકોર્ડબ્રેક બેટિંગ કરી રહ્યો છે.