નવી દિલ્હીઃ ડિજિટલ પેમેન્ટ અને યુપીઆઈના ઉપયોગકર્તાઓ માટે સરકાર દ્વારા નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર વધારાનો ચાર્જ લગાવવાના મુદ્દે થઈ રહેલા સજ્જડ વિરોધ વચ્ચે આખરે સરકારે વિધિવત્ રીતે UPI પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાનો નિર્ણય કર્યો છે, જે પંદરમી ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. જોકે, પરોક્ષ રીતે વેપારીઓ નિશાન પર આવ્યા છે, પણ ગ્રાહકો સુધી અસર પહોંચશે તો નવાઈ નહીં. નિષ્ણાતોનું માનવું છે કે આની પણ સીધી અસર જે તે વેપારીઓ કે ગ્રાહકો પર ઠોકી બેસાડાશે અથવા અન્ય નવો તોડ કાઢશે.
સરકારી રિપોર્ટ અનુસાર ₹ 2,000થી વધુ રકમના ટ્રાન્ઝેક્શન પર ટેક્સ લાગશે, પરંતુ સામાન્ય લોકો કે વેપારીઓને રાહત આપી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. UPIની ચૂકવણી હશે તો MDR 0.4 ટકા લાગશે, જે પેમેન્ટ કરનારે ભરવો પડશે.
NPCIએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે 15 ઑક્ટોબરના આ ₹ 2,000 પર ટ્રાન્ઝેક્શનનો નિર્ણય લાગુ થઈ જશે. UPIની મદદથી આ રકમથી વધારેની રકમ ટ્રાંસફર થશે તો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. સોમવારે સરકારે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, ₹2000 સુધીના UPI ટ્રાંઝેક્શન પર બેંક અથવા પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર કોઈ ડાયરેક્ટ કે ઈન્ડાયરેક્ટ ચાર્જ લગાવી શકશે નહીં.
સંપૂર્ણપણે મફત રહેશે
₹2000થી વધારેના UPI ટ્રાંઝેક્શન પર MDR-મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ જે લેવામાં આવે છે એની ટકાવારી 0.4 ટકા છે. પણ મહત્તમ મર્યાદા ₹300 સુધીની છે. જે પર ટ્રાઝેક્શન નક્કી કરવામાં આવી છે. આનો સીધો અર્થ એ થયો કે, ગ્રાહક કોઈ વેપારીને ₹75000કે તેથી વધારે UPI પેમેન્ટ કરે છે તો 0.4 ટકાના હિસાબથી એના પર ₹300 ચૂકવવાના રહેશે. પણ વેપારી પાસેથી ₹300 જ MDR ચાર્જ લેવામાં આવશે.
15 ઑક્ટોબરના ચોક્કસ કમર્શિયલ (P2M) ટ્રાન્ઝેક્શન માટે UPI મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)નું નવું માળખું લાગુ થશે. તે જ સમયે, ગ્રાહકો માટે ₹ 2,000 સુધીના તમામ વ્યવહારો માટે UPI સંપૂર્ણપણે મફત રહેશે. નવા નિયમો હેઠળ, QR કોડ દ્વારા દર મહિને ₹1 લાખ સુધીની કમાણી કરતા નાના વેપારીઓએ કોઈ પણ MDR ચૂકવવો પડશે નહીં. આ ઉપરાંત, રેલવે અને ફ્યુઅલ જેવી ચોક્કસ કેટેગરીઓમાં ₹2,000થી વધુના વ્યવહારો પર ₹5ની નિશ્ચિત ફી લાગુ થશે, જ્યારે અન્ય ઊંચા મૂલ્યના P2M વ્યવહારો પર 0.4%નો ચાર્જ લાગશે, જેની મહત્તમ મર્યાદા ₹300 રહેશે.
યુપીઆઈ પેમેન્ટનો 66 ટકા હિસ્સો ધરાવે છે

સરકાર આ પહેલ અંતર્ગત નાના વેપારીઓ અને ટીયર-3 માર્કેટ માટે એક ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રા.ને અપગ્રેડ કરવા માટે ખાસ ફંડ બનાવશે. તમામ વેપારીઓ માટે ₹2000 સુધીના નાની વેલ્યુ વાળા UPI ટ્રાંઝેક્શન પર કોઈ આની અસર નહીં થાય. એક વ્યક્તિથી બીજી વ્યક્તિના ખાતામાં પૈસાના ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ નહીં લાગે. આ સંપૂર્ણ રીતે ફ્રી રહેશે.
₹ 2,000થી વધુ રકમ પર દુકાનદારોને મળનારા પેમેન્ટ પર 0.4 ટકા ચાર્જ લાગશે. આનું એક મુખ્ય કારણ મોટી રકમના વ્યાપારી વ્યવહારો છે. નાણાકીય વર્ષ 2025-26માં વેપારીઓને કરવામાં આવેલા UPI પેમેન્ટ્સનું કુલ મૂલ્ય ₹ 198 લાખ કરોડ હતું. ₹2,000થી વધુ રકમના વ્યવહારો કુલ વ્યવહારોની સંખ્યાના માત્ર 4 ટકા હતા, તેમ છતાં તેમનું કુલ મૂલ્ય ₹131 લાખ કરોડ હતું, જે કુલ પેમેન્ટ મૂલ્યના 66 ટકા હિસ્સો ધરાવે છે.
રેલવે અને પેટ્રોલ-ડીઝલના ફ્યુઅલ પર થશે અસર

નવા નિયમો અન્વયે ક્યુઆર કોડ અન્વયે દર મહિને એક લાખ સુધી કમાણી કરનારા નાના વેપારીઓને કોઈ એમડીઆર આપવું પડશે નહીં. રેલવે અને ફ્યુઅલ જેવી ખાસ કેટેગરીમાં 2,000થી વધુ ટ્રાન્ઝેક્શન પર રુપિયા પાંચની ફ્લેટ ફી લાગશે અને વધુ મૂલ્યવાળા પીટુએમ ટ્રાન્ઝેક્શન પર 0.04 ટકા ચાર્જ લાગશે, જેની મહત્તમ મર્યાદા 300 રુપિયા હશે.
એનો સીધો અર્થ જો 2,000થી વધુ પર્સનલ ટૂ મર્ચન્ટ (પીટૂએ) પેમેન્ટ કરે છે તો પૈસા રિસિવ કરનારાએ મહત્તમ 300 રુપિયા આપવા પડશે. એનાથી વધુ એમડીઆર વેપારીઓ પાસેથી વસૂલવામાં આવશે નહીં. પેટ્રોલ અને ડીઝલ જેવા ફ્યુઅલ પર મર્ચંટને યુપીઆઈ પર એમડીઆર મહત્તમ પાંચ રુપિયા આપવું પડશે.
સરકારે નવો નિયમ લાગુ કરવા માટે શું દાવો કર્યો
સરકારે જણાવ્યું કે યુપીઆઈનું કદ હવે મોટું થઈ ગયું છે અને સુરક્ષિત સંચાલન કરવા માટે પૈસાની જરુરિયાત છે. સાયબર સિક્યોરિટી અને ફ્રોડ રોકવાની સાથે સાથે નવા ઈનોવેશનને લઈ રોકાણની પણ આવશ્યક્તા છે. ફક્ત સરકારી સબ્સિડી પર નિર્ભર રહેવાનું સરળ નથી અને એને આગળ વધારી શકાય એમ નથી. આ સંજોગોમાં સરકારે યુપીઆઈ પેમેન્ટ પર એમડીઆર લાગુ કરીને નવું ફંડ તૈયાર કરવા ઈચ્છે છે.