મુંબઈઃ ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના ઘરે દાયકા બાદ નાનકડાં મહેમાનનું આગમન થયું છે. દિવ્યાંકાએ ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યો છે. પોપ્યુલર ટીવી શો 'યે હે મહોબ્બતે' સિરિયલમાં ઇશિતા ભલ્લાના પાત્રથી ફેમસ થયેલી દિવ્યાંકા ત્રિપાઠી હવે રિયલ લાઈફમાં માતા બની ગઈ છે. 41 વર્ષની વયે તેમને જોડકા દીકરાને જન્મ આપ્યો છે. લગ્નના 10 વર્ષ બાદ તેમને માતાપિતા બનતા આ ગુડ ન્યુઝ ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કર્યા છે. કપલે તેમના બાળકોનો ફોટો પણ શેર કર્યો હતો.
દિવ્યાંકાના પતિ વિવેક દહિયાએ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે આ સારા સમાચાર શેર કરતાં પોસ્ટ કરી હતી કે આખરે ઈંતેજાર પૂરો થયો, બેબી બોયના જન્મ બાદ હવે જિંદગી હવે પેલા કરતા વધુ સુંદર લાગી રહી છે.મારા કારણ અર્જુન આવી ગયા છે. તમારા બધાનો પ્રેમ અને આશીર્વાદ જોઈએ છે.
વિવેક અને દિવ્યાંકાના ફેન્સ આ ગુડ ન્યૂઝ સાંભળીને ખુશીના માર્યા ઉછળી પડ્યા હતા અને હવે ફેન્સ એ અટકળો લગાવી રહ્યા છે કે કપલ આખરે પોતાના આ નવા બાળકોના નામ શું રાખવામાં આવશે?
કેટલાક ઉત્સાહી ફેન્સ તો કપલને નવા મહેમાનના નામકરણ માટે નામ પણ સૂચવી રહ્યા છે, જેમાં આરવ-આર્યનનો અર્થ શાંત અને શ્રેષ્ઠ એવો થાય છે, વિહાન-વિવાનનો અર્થ ઉર્જાથી ભરપૂર એવો થાય છે, દક્ષ-દર્શનો અર્થ સુંદર-દ્રષ્ટિ અને નીરવ-નિહાનનો અર્થ શાંત જેવા નામોનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કપલ લાંબા સમયથી નાનકડાં મહેમાનને આવકારવા માટે આતુર હતું અને આખરે લગ્નના દસ વર્ષ બાદ દિવ્યાંકા અને વિવેકના ઘરે પારણું બંધાતા ફેન્સમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દિવ્યાંકાએ 41 વર્ષની ઉંમરે જોડિયા બાળકોને જન્મ આપતા બંને પરિવારમાં એકદમ ઉત્સાહ અને ઉમંગની લાગણી ફરી વળી છે.