Tue Oct 06 2026

Logo

ટ્રમ્પે 13 વર્ષની સગીરાનું જાતીય શોષણ કર્યું હતું! નવી એપ્સટિન ફાઈલમાં મોટા ખુલાસા...

washington dc   2026-03-06 16:39:47
Author: Savan Zalariya
ટ્રમ્પે 13 વર્ષની સગીરાનું જાતીય શોષણ કર્યું હતું! નવી એપ્સટિન ફાઈલમાં મોટા ખુલાસા...

X user @iamSaharEmami/Snopes Illustration


વોશિંગ્ટન ડી સી: સેકસ્યુઅલ ઓફેન્ડર જેફરી એપસ્ટીન સાથે નજીકના સંબંધને કારણે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા થઇ રહી છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે વધુ કેટલીક એપ્સટિન ફાઈલ જાહેર કરી છે. FBIની તપાસ દરમિયાન પીડિત મહિલાનું એક ઇન્ટરવ્યુ જાહેર કરવામ આવ્યું છે, જેમાં તે જણાવી રહી છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેનું જાતીય શોષણ કર્યું હતું.

આ ફાઈલ અગાઉ જહેર કરવામાં આવી ન હતી, આ અંગે જસ્ટિસ ડિપાર્ટમેન્ટે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આ અગાઉ આ ફાઈલને ભૂલથી "ડુપ્લિકેટિવ" તરીકે માર્ક કરવામાં આવી હતી.  
ડેમોક્રેટીક પક્ષના સાંસદો ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા એપ્સટિન ફાઇલને કેવી રીતે મેનેજ કરી રહ્યું છે, તેના પર દેખરેખ રાખી રહ્યા છે.

ટ્રમ્પ પર ગંભીર આરોપ:
ગુરુવારે જે ડોકયુમેન્ટ્સ જાહેર કરવામાં આવ્યા તેમાં વર્ષ 2019 માં એફબીઆઈએ લીધેલા કેટલીક મહિલા ઇન્ટરવ્યુ પણ જાહેર કરવામાં આવ્યા. એક મહિલા એ આરોપ લગાવ્યો કે જ્યારે તે 13 થી 15 વર્ષની હતી ત્યારે એપ્સટિન અને ટ્રમ્પ બંનેએ તેનું જાતીય શોષણ અક્ર્યું હતું. 

એક ઈન્ટરવ્યુંમાં મહિલાએ જણાવ્યું હતું કે એપ્સટિને તેને ન્યૂ યોર્ક કે ન્યુ જર્સી લઈ ગયો અને ટ્રમ્પ સાથે ઓળખાણ કરાવી. મહિલાએ FBIને જણાવ્યું હતું કે જ્યારે ટ્રમ્પે તેના પર ઓરલ સેક્સ કરવા દબાણ કર્યો હતો. મહિલાએ કહ્યું કે તેને અને તેના નજીકના લોકોને વર્ષોથી ધમકીભર્યા ફોન આવતા રહ્યા, તેમને ધમકી આપવામાં આવી કે આ ઘટના વિષે તેઓ કોઈને જાણ ના કરે.   

ટ્રમ્પે આરોપ નકાર્યા:
ટ્રમ્પ એપ્સટિન સાથે સંબંધો દરમિયાન કઈ પણ ખોટુ કર્યું હોવાના આરોપો નકારી કાઢ્યા છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે પણ અગાઉ કહ્યું હતું કે જાહેર કરવામાં આવેલા કેટલાક ડોકયુમેન્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ ખોટા અને સનસનાટીભર્યા દાવાઓ કરવામાં આવ્યા છે.