વોશિંગ્ટન ડીસી: યુએસની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં બોર્ડ ઓફ પીસની બેઠક યોજાઈ રહી છે, જેમાં 40 દેશો ભાગ લઇ રહ્યા છે. બોર્ડ ઓફ પીસના ઉદ્ઘાટન સેશનમાં પાકિસ્તાન વડાપ્રધાન શાહબાઝ શરીફની અવગણના અને અપમાન સોશિયલ મડીયા પર ચર્ચાનો વિષય બન્યો છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભાષણ આપી રહ્યા હતાં, ત્યારે તેમણે શરીફને ઉભા થવા કહ્યું અને પછી ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી. આ ક્ષણનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
બોર્ડ ઓફ પીસના ઉદ્ઘાટન સેશનમાં ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ભારત અને પકિસ્તાન વચ્ચે ગત વર્ષે મે મહિનામાં થયેલા સશસ્ત્ર સંઘર્ષને રોકવાનો શ્રેય પોતે લીધો. સંબોધન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ મોટી તકરાર થઇ હતી. મેં વડા પ્રધાન મોદી સાથે વાત કરી, તેઓ ખૂબ જ ઉત્સાહિત વ્યક્તિ છે અને તેઓ કદાચ આઆ કાર્યક્રમ જોઈ રહ્યા હશે."
શરીફને ઉભા થવા ઈશારો કર્યો!
આ દરમિયાન તેમણે શાહબાઝ શરીફ તરફ ઈશારો કર્યો અને તેમને તેમની જગ્યા પર ઉભા થવા કહ્યું, શરીફ જગ્યા પર ઉભા થયા, આ સમયે ટ્રમ્પે કહ્યું, "ભારત અને પાકિસ્તાન, તમારો ખૂબ ખૂબ આભાર. મોદી એક મહાન વ્યક્તિ છે અને મારા ખૂબ સારા મિત્ર છે."
પાકિસ્તાન સતત એવું દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે તેના યુએસ સાથેના સંબંધોને મજબૂત થઇ રહ્યા છે. શરીફની ટ્રમ્પના સતત વખાણ કરતા રહે , તેઓ ટ્રમ્પને 'શાંતિ દૂત' અને 'દક્ષિણ એશિયાના તારણહાર' પણ કહી ચુક્યા છે, નોબેલ શાંતિ પુરસ્કાર માટે પણ શરીફે ટ્રમ્પને સમર્થન કર્યું હતું.
શરીફની યુએસ મુલાકાત શરુ થાય એ પહેલા જ તેઓ પાકિસ્તાન ટ્રોલ થયું હતું, પાકિસ્તાન વિદેશ મંત્રાલયની સોશિયલ મીડિયા પોસ્ટમાં ટાઈપીંગ ભૂલો જોવા મળી હતી. પોસ્ટમાં ‘United States of America’ ને બદલે 'Unites States of Americas' લખવામાં આવ્યું હતું. વૈશ્વિક સ્તરે આ પોસ્ટ પર પાકિસ્તાને ટ્રોલ કરવામાં આવ્યું હતું.