મુંબઈઃ રિલીઝ પહેલા જ જે ફિલ્મને એક આસમાની હાઈપ આપવામાં આવી રહી છે એવી 'રામાયણ' ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને ફિલ્મ આ વર્ષે દિવાળી પર આવી રહી છે. યુટ્યુબ પર આ ટ્રેલર રિલીઝ કરી દેવાયું છે. રિલીઝ થતા જ ટ્રેલરને મિલિયનમાં વ્યૂ મળ્યા છે. હિન્દુઓની આસ્થાના પ્રતીક રામાયમમાં આ વખતે અમુક કિસ્સાઓનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર આ ટ્રેલરને મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. ટ્રેલરમાં એક ભવ્યતા જોવા મળે છે. વચ્ચે ટૂંકો પણ અસરદાર સાઈ પલ્લવીના મખમલી અવાજમાં ડાયલોગ કાને પડઘાઈ રહ્યો છે. સિનેમેટિકલી ખૂબ જ રીચ વિઝ્યુઅલ્સ છે. ફિલ્મને હોલિવૂડના લેવલની ટ્રીટમેન્ટ પણ મળી હોવાનું કહેવાય છે.

ટ્રેલરનો વિલન જ ખરો હિરો
શાનદાર VFX, સિનેમેટિક થીમ, થિયેટર્સ માહોલમાં ગુંજતું સંગીત, ફાઈટસીન, એઆઈ અને ડ્રોન વિઝ્યુઅલથી તૈયાર કરાયેલા ટ્રેલરમાં સીતાહરણનો પ્રસંગ છે. રાજા દશરથ તરીકે અરૂણ ગોવીલની પસંદગી કરવામાં આવી છે. ત્રણેય લોકમાં રાવણરાજથી લઈને સીતાહરણ સુધીની સ્ટોરી આ ટ્રેલરમાં જોઈ શકાય છે. રામનો વનવાસ, જટાયુની વાર્તા, સ્વંયવર અને રામની શક્તિનો પરીચર આ ટ્રેલરમાં જોવા મળે છે.
ટ્રેલરનો સેન્ટ્રલ પોઈન્ટ સાઉથનો સુપરસ્ટાર યશ છે. લૂકથી લઈને એક્ટિંગ સુધીની દરેક ફ્રેમમાં તેણે અણધારી સરપ્રાઈઝ આપી છે. પહેલા લૂકમાં એને ઓળખવો મુશ્કેલ છે. વિલનના રોલમાં પણ એક એક્શનબેઝ, એનિમેટેડ અને શક્તિશાળી પંચફૂલ ટ્રીટમેન્ટથી એની દરેક ફ્રેમ બાકીના સીન કરતા અલગ પડે છે. રાવણથી ટ્રેલર શરૂ થાય છે અને રાવણથી જ પૂર્ણ થાય છે. છળકપટથી શરૂ થયેલું ટ્રેલર રામના એક સીન પછી રાવણ પર અંત પામે છે.
લંકાનું સામ્રાજ્ય
લંકાના સામ્રાજ્યને એક અલગ અંદાજમાં રજૂ કરવામાં આવ્યું છે. અંતિમ સીનમાં રામ અને રાવણ જે રીતે સામસામે છે એમાં 'રામાયણ'ના એક ફિલ્મ કરતા કોઈ વોરિયર્સની ફિલ્મ હોય એવું વધારે ફીલ થાય છે. યશના અવાજમાં એક ક્રુરતા, બોલ્ડનેસ, રાજા અને વિલનના તેવર જોવા પડઘાય છે. રાવણના રોલ માટે યશની ગણતરી પર્ફેક્ટ સાબિત થઈ રહી છે.
શાસ્ત્રોમાં ઉલ્લેખીત રાવણની શક્તિને ફિલ્મમાં જોવાની અલગ મજા છે. પણ અહીંયા રાવણને એક લાર્જ સ્કેલ પર જોવાનો અવસર છે. યશની એક્ટિંગમાં એક ઊંડાઈ અને ઊંચાઈ બન્ને દેખાઈ રહી છે. ફેન્સ યશના વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મમાં પરશુરામનો રોલ પણ રણબીરે જ પ્લે કર્યો છે. આ કારણથી કહેવાયું છે કે, રણબીર ડબલ રોલમાં છે. ટીઝર જોઈને એવું લાગે છે કે, કેટલાક સીનને હજું થોડા પોલીશ કરવાની જરૂર હતી. ક્યાંક AIનો વધારે પડતો ઉપયોગ કરી દેવામાં આવ્યો છે. આ સ્પષ્ટ વર્તાય છે.
નિરાશ કરી દેશે
વોરસીનમાં ઐરાવત અને જટાયુનો એક રોલ કમાલ છે પણ વિડિયો જનરેશનમાં થોડી ખામી હોય એવું લાગે છે. કારણ કે, અમુક ફ્રેમમાં તે રીલ ક્યાં ચાલી રહી છે એ સ્પષ્ટ થતું નથી. વધારે સ્પષ્ટતા તો ફિલ્મ જોયા બાદ ખ્યાલ આવશે. હોલિવૂડની ફિલ્મો જેવી ઈફેક્ટ આપવાનો પ્રયાસ વ્યર્થ નથી પણ જે સ્કેલથી ફિલ્મ ટ્રેલરમાં ચાલી રહી છે એમાં ક્યાંય બીજા વિડિયો પણ પ્લે થયા હોય તો ફેન્સને મજા પડી જાત એવું સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે છે. મ્યુઝિકથી ફિલ્મને એક વધુ ઊંચાઈ મળી છે.
ઈમોશન્સ પણ દમદાર છે. એવામાં કેટલાક સીનમાં મ્યુઝિક જ જીવ રેડી દે છે. રામાનંદ સાગરની 'રામાણય' જોઈ હશે તો અવશ્ય આ ફિલ્મ નિરાશાના ડુંગર પર બેસાડી દેશે એ નક્કી છે. એક્શન પાવર સાથે ઈમોશનલ ટચ આપવાનો પ્રયાસ છે પણ ક્યાંક કંઈક ખૂટી રહ્યું છે. વર્લ્ડ ક્લાસ રામાયણનો પ્રયાસ અનોખો છે પણ મેકર્સે ગ્લોબલ ફેન્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં કેટલીક ફ્રેમ છોડી છે. આ ચિત્ર ફિલ્મમાં જોવા મળશે.