મેષઃ
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભ કરાવનારો રહેશે. આજે સૂર્યના ગોચરને કારણે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને તમે ઉર્જાવાન અનુભવશો. કાર્યક્ષેત્રમાં ઝડપી અને સચોટ નિર્ણયો લેવા તમારા માટે અત્યંત ફાયદાકારક રહેશે. આર્થિક રીતે દિવસ સામાન્ય છે, તેથી બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવો હિતાવહ છે. સાંજનો સમય પરિવાર સાથે વિતાવવાથી માનસિક શાંતિ મળશે. જીવનસાથી સાથે આજે તમે કોઈ જગ્યાએ શોપિંગ પર જવાનું પ્લાનિંગ કરશો. રાજકારણમાં આગળ વધવા માંગતા લોકો માટે આજનો દિવસ એકદમ અનુકૂળ રહેવાનો છે.
વૃષભ:
વૃષભ રાશિના પ્રેમ જીવન જીવી રહેલાં લોકોના જીવનમાં આજે સ્થિરતા અને મધુરતા રહેશે, જીવનસાથી સાથેના જૂના મતભેદો દૂર થશે. શનિદેવની કૃપાથી અચાનક ધનલાભ થવાના મજબૂત યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્ય બાબતે જાગૃત રહેવું અને તેલયુક્ત કે બહારનો ખોરાક ટાળવો જરૂરી છે. મિત્રો સાથેની મુલાકાત મન પ્રસન્ન કરશે. ઘર-પરિવારમાં આજે કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે, જેને કારણે ઘરમાં મહેમાનોની અવરજવર જોવા મળશે. આજે કોઈને ઉધાર આપેલા પૈસા તમને પાછા મળી શકે છે. બિઝનેસ કરી રહેલાં જાતકોએ આજે વડીલોની સલાહ લઈને જ બિઝનેસમાં આગળ વધવું.
મિથુન:
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. વ્યવસાયિક દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ પ્રગતિશીલ રહેશે અને નવા ભાગીદારો સાથે જોડાવાની તક મળશે. પ્રેમ જીવનમાં ઉત્સાહ જળવાઈ રહેશે અને પાર્ટનર સાથે બહાર ફરવા જવાનો પ્લાન બની શકે છે. પેટ અને લીવર સંબંધિત નાની તકલીફો થઈ શકે છે, તેથી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કામની વ્યસ્તતા વચ્ચે પણ આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે. ભાઈ-બહેનો વચ્ચે જો કોઈ વિવાદ ચાલી રહ્યો હશે તો આજે એનો તમારે ઉકેલ લાવવો પડશે, નહીં તો વાત વધારે વણસી શકે છે.
કર્ક:
આજનો દિવસ કર્ક રાશિના નોકરી કરી રહેલાં જાતકો માટે ધીરજ અને સંયમ જાળવવો તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. 2026ના વર્ષમાં તમારી નાણાકીય સ્થિતિમાં ધીમે ધીમે પણ મક્કમ સુધારો જોવા મળશે. કરિયરમાં કોઈ મોટો ફેરફાર અથવા નવી જવાબદારી મળવાની શક્યતા છે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. આજે તમે ઘરના રિનોવેશન વગેરેનો પ્લાન કરી શકો છો. ખાવા-પીવામાં આજે વિશેષ સાવધાની રાખવી. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા વધી રહી છે અને બંને જણ કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો.
સિંહ:
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહ, ઉમંગ અને ઊર્જાથી ભરપૂર રહેવાનો છે. બિઝનેસ કરી રહેલાં લોકો જો બિઝનેસને એક્સપાન્ડ કરવા માંગતા હોય તો આજનો દિવસ એકદમ અનુકૂળ છે. આજે તમારી આર્થિક સ્થિતિ વધારે મજબૂત બની રહી છે. સામાજિક માન-સન્માનમાં વધારો થશે અને જૂના રોગોમાંથી મુક્તિ મળવાની શક્યતા છે. સૂર્યનું નક્ષત્ર પરિવર્તન તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે તકો સર્જાશે. આજે જીવનસાથી સાથે તમે કોઈ જગ્યાએ શોપિંગ પર જશો, પરંતુ તમારે બજેટનું ખાસ ધ્યાન રાખવું પડશે.
કન્યા:
કન્યા રાશિના જાતકો આજે નાણાકીય બાબતોમાં ખાસ સાવધાની રાખવી અને સમજી-વિચારીને જ રોકાણ કરવું. કરિયરમાં કેટલીક પડકારજનક સ્થિતિ આવી શકે છે, પરંતુ તમારી સમજદારીથી તમે તેને ઉકેલી શકશો. સ્વાસ્થ્ય બાબતે મિશ્ર પરિણામો મળી શકે છે, ખાસ કરીને હૃદય અને તાવ જેવી સમસ્યાઓ પ્રત્યે સાવધ રહેવું. વાહન કે પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપનું સાકાર થઈ રહ્યું છે. આજે કોઈ પાસેથી માંગીને વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી પડશે, નહીં તો અકસ્માત થવાની શક્યતા છે. માતા-પિતાની કોઈ વાત આજે તમને ખરાબ લાગી શકે છે, પરંતુ તમે એમને કંઈ કહેશો નહીં.
તુલા:
આજનો દિવસ તુલા રાશિના જાતકો માટે ખૂબ જ સકારાત્મક રહેશે અને લાંબા સમયના દેવામાંથી મુક્તિ મળવાની શક્યતા છે. નવું સાહસ કે બિઝનેસ શરૂ કરવા માટે દિવસ શ્રેષ્ઠ છે, ભાગ્યનો પૂરો સાથ મળશે. અટકેલા પૈસા પાછા મળી શકે છે. સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે. જીવનસાથીના કરિયરને લઈને જોઈ કોઈ ચિંતા સતાવી રહી હશે તો આજે એ દૂર થતી જણાઈ રહી છે. સંતાનની સંગત પર આજે તમારે ખાસ ધ્યાન આપવું પડશે, નહીં તો તે ખોટી સંગતમાં ફસાઈ શકે છે. સમાજસેવાના કામ કરીને નામ કમાવવા માંગતા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે.
વૃશ્ચિક:
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ નિર્ણય કે કામ ખૂબ જ સમજી વિચારીને કરવાનો રહેશે. આજે તમારે તમારી વાણી અને વર્તન બંને પર સંયમ રાખવો પડશે, નહીંતર વિવાદ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં ગુપ્ત વિરોધીઓથી સાવધ રહેવું અને બિનજરૂરી ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું. કરિયરમાં પરિવર્તન અથવા સ્થળાંતર શક્ય છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ થોડો નરમ ગરમ રહી શકે છે. માતા તરફથી આજે તમને આર્થિક લાભ થઈ રહ્યો છે. દૂર રહેતાં કોઈ સંબંધી આજે તમને મળવા માટે આવી શકે છે.
ધન:
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ હસી-ખુશીથી ભરપૂર રહેવાનો છે. આજે તમને સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર મળી શકે છે જે પરિવારમાં ખુશીઓ લાવશે. શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાના યોગ છે. જોકે, બ્લડ પ્રેશર અને માનસિક તણાવ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ પ્રત્યે બેદરકાર ન રહેવું. આધ્યાત્મિક કાર્યોમાં રુચિ વધશે. વિદેશ જવાનું વિચારી રહેલાં વિદ્યાર્થીઓને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરી શકે છે. આજે તમારી ભૂતકાળની કોઈ ભૂલ પરિવાર સામે આવી શકે છે.
મકર:
આજનો દિવસ આ રાશિના જાતકો માટે કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવાનો રહેશે. નોકરી કરી રહેલાં જાતકો માટે આજનો દિવસ થોડો આરામદાયક રહેશે. આજે પિતા સાથેના સંબંધોમાં સુધારો થશે અને તેમના માર્ગદર્શનથી કોઈ મોટું કાર્ય સિદ્ધ થશે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે અને નવી પ્રોપર્ટી કે વાહન ખરીદવાના યોગ બની શકે છે. માનસિક શાંતિ માટે યોગ કે ધ્યાનનો સહારો લેવો ફાયદાકારક રહેશે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી મુક્તિ મળી રહી છે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારા કોઈ અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે.
કુંભ:
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ થોડો મધ્યમ ફળદાયી રહેવાનો છે. આજે તમારા સાહ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. કોઈ ટૂંકા અંતરની મુસાફરી પર જશો તો ભવિષ્યમાં તેનાથી અવશ્ય લાભ થઈ શકે છે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે અને વાત લગ્ન સુધી પહોંચશે. ભાઈ-બહેનો સાથેના જૂના વિવાદો ઉકેલાશે અને સંબંધો મજબૂત બનશે. બેંકિંગ અથવા ફાઈનાન્સ ક્ષેત્રે જોડાયેલા લોકોને વિશેષ આર્થિક લાભ થવાની શક્યતા છે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે તમારી મુલાકાત થશે અને તમે હસી-ખુશી સમય પસાર કરશો.
મીન:
મીન રાશિમાં ગ્રહોના રાજા સૂર્ય, ગ્રહોના સેનાપતિ મંગળ અને ન્યાયના દેવતા શનિનો સંયોગ થઈ રહ્યો હોવાથી આજે માનસિક બેચેની અને સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહી શકે છે. આર્થિક લેવડ-દેવડમાં અત્યંત સાવધાની રાખવી અને અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો. પરિવારનો પૂરો સહયોગ તમને મુશ્કેલ સમયમાં હિંમત આપશે. ઘર-પરિવારમાં જો કોઈ મુશ્કેલી ચાલી રહી હશે તો તેનો સાથે મળીને સમજી વિચારીને ઉકેલ લાવવો પડશે. સંતાનના કરિયરને લઈને પણ આ સમયે તમે કોઈ મહત્ત્વનો નિર્ણય લેશો. જીવનસાથી આજે તમારી સાથે ખભેખભા મિલાવીને ચાલશે.