મેષ:
મેષ રાશિના જાતકો માટે આજે બની રહેલા ગજકેસરી યોગને કારણે તમારા પરાક્રમમાં વધારો થશે. ભાઈ-બહેનો સાથેના સંબંધો સુધરશે અને કોઈ ટૂંકી મુસાફરીના યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રમાં તમારી આવડતની પ્રશંસા થશે, પરંતુ ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળજો. હનુમાનજીની ઉપાસના કરવાથી માનસિક શાંતિ જળવાઈ રહેશે. આજે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. સંતાનને તમે કોઈ જવાબદારી સોંપશો તો તે સરળતાથી જવાબદારી પૂરી કરશે. જીવનસાથી સાથે તમે આજે તમે કોઈ જગ્યાએ શોપિંગ પર જઈ શકો છો.
વૃષભ:
વૃષભ રાશિના જાતકો માટે આજે મંગળવારનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે. આજે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારા બીજા ભાવમાં ચંદ્ર-ગુરુની યુતિ ધનલાભના પ્રબળ સંકેતો આપે છે. રોકાણ માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે અને અટકેલા નાણાં પરત મળી શકે છે. પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગની ચર્ચા થઈ શકે છે. વાણીમાં મધુરતા રાખવી, કારણ કે તમારી વાતચીત કરવાની રીત આજે તમને મોટા સોદા અપાવી શકે છે. જીવનસાથી સાથે તમે આજે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં મજબૂતી આવશે.
મિથુન:
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ વિશેષ લાભદાયી રહેશે. તમારી જ રાશિમાં ગજકેસરી રાજયોગ રચાઈ રહ્યો છે, જે તમારા આત્મવિશ્વાસને નવી ઊંચાઈએ લઈ જશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને માનસિક રીતે તમે ખૂબ જ ઉર્જાવાન અનુભવશો. વ્યાપારમાં નવી તકો મળશે અને અટકેલા સરકારી કામો પૂર્ણ થશે. જીવનસાથી સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે અને પ્રેમમાં સફળતા મળશે. બિઝનેસ માટે કોઈ જગ્યાએ બહાર જવું પડી શકે છે, જેનાથી તમને ભવિષ્યમાં લાભ થઈ રહ્યો છે. જીવનસાથી સાથે શોપિંગ પર જશો, પણ તમારે બજેટનું ખાસ ધ્યાન રાખવું પડશે.
કર્ક:
આજનો દિવસ આ રાશિના જાતકો માટે ખર્ચ પર નિયંત્રણ રાખવાનો રહેશે કારણ કે બારમાં ભાવમાં ચંદ્ર હોવાથી બિનજરૂરી ખર્ચ વધી શકે છે. જોકે, વિદેશી વેપાર કે વિદેશ જવા ઈચ્છતા લોકો માટે આજનો દિવસ ભાગ્યશાળી સાબિત થશે. આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે અને તમે કોઈ દાન-પુણ્યના કાર્યમાં જોડાશો. રાત્રિના સમયે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કોઈ પણ કામ કરતાં પહેલાં આજે માતા-પિતાની સલાહ લેશો તો તમારા માટે સારું રહેશે. નોકરી કરી રહેલાં જાતકોને આજે કામના સ્થળે ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. સંતાનને કારણે આજે તમારી ચિંતામાં થોડી વૃદ્ધિ થઈ શકે છે.
સિંહ:
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે. આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ 'ગોલ્ડન' સાબિત થઈ શકે છે. તમારી આવકના સ્ત્રોત વધશે અને મિત્રો તરફથી મોટો સહયોગ મળશે. શેરબજાર કે લોટરી જેવા ક્ષેત્રોમાં અણધાર્યો લાભ થવાની શક્યતા છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને સંતાન તરફથી કોઈ ગર્વ લેવા જેવા સમાચાર મળી શકે છે. જીવનસાથી સાથે કોઈ મુદ્દે બોલાચાલી થઈ શકે છે. ભાઈ-બહેન સાથે જો કોઈ વાદ-વિવાદ ચાલી રહ્યો હશે તો તમે એનો પણ ઉકેલ લાવશો.
કન્યા:
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે. આજે તમારી કુંડળીના દસમા ભાવમાં બની રહેલો રાજયોગ કરિયરમાં મોટી સફળતા અપાવી શકે છે. નવી નોકરીની શોધ પૂરી થશે અને ઓફિસમાં બોસ તમારા કામથી ખુશ રહેશે. રાજકારણ કે વહીવટી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે પ્રગતિનો દિવસ છે. ઘરના વડીલોના આશીર્વાદ તમારી સાથે રહેશે, જેનાથી મુશ્કેલ કામો પણ સરળ બનશે. નોકરી કરી રહેલાં જાતકોને આજે પગાર વધારો કે પ્રમોશન થવાના યોગ બની રહ્યા છે. આકસ્મિક ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.
તુલા:
તુલા રાશિના જાતકોને આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે અને ધાર્મિક યાત્રાના યોગ છે. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસમાં અવરોધો દૂર થશે. લાંબા સમયથી ચાલી આવતી કાયદાકીય સમસ્યાઓમાં રાહત મળી શકે છે. તમારા સામાજિક વર્તુળમાં તમારો પ્રભાવ વધશે અને તમે કોઈ પ્રેરણાદાયી કાર્ય કરી શકશો. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું પ્લાનિંગ કરશે. ઘરમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે અને એને કારણે ઘરમાં મહેમાનોની અવરજવર રહેશે. પ્રેમજીવન જીવી રહેલાં લોકો આજે પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કરશે.
વૃશ્ચિક:
વૃશ્ચિક રાશિના જાતકોની કુંડળીના આઠમાં ભાવમાં ચંદ્ર હોવાથી સ્વાસ્થ્ય બાબતે જરા પણ બેદરકારી ન રાખવી. અચાનક કોઈ સમસ્યા આવી શકે છે, પરંતુ ગુરુની હાજરી તમને સુરક્ષિત રાખશે. આર્થિક વ્યવહારોમાં સાવધાની રાખવી અને ઉધાર આપવાનું ટાળવું. સાંજ પછી પરિસ્થિતિમાં સુધારો થશે અને અચાનક કોઈ જૂના મિત્રની મદદ મળી શકે છે. ભાઈ-બહેન સાથે કોઈ વાદ-વિવાદ ચાલી રહ્યો હશે તો આજે એનો ઉકેલ વાતચીત કરીને લાવવો પડશે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને આજે તમને ચિંતા સતાવી શકે છે. સંતાનો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. કોર્ટ-કચેરીના કેસમાં આજે ચૂકાદો તમારી તરફેણમાં આવી શકે છે.
ધન:
ધન રાશિના જાતકોએ આજે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડી સાવધાની રાખવાનો દિવસ રહેશે. સાતમા ભાવમાં ગજકેસરી યોગ વેપારી ભાગીદારીમાં જબરદસ્ત લાભ અપાવશે. જે લોકો કુંવારા છે તેમના લગ્નની વાત આગળ વધી શકે છે. દામ્પત્ય જીવનમાં સુખ અને શાંતિ રહેશે. જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ, તો આજનો દિવસ અનુકૂળ છે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે, અને વાત લગ્ન સુધી પહોંચી શકે છે. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકોએ આજે પોતાના આસપાસના લોકોથી ખાસ સાવધાની રાખવાની જરૂર છે, નહીં તો એ લોકો જ તમારી છબિ ખરડવાનો પૂરો પ્રયાસ કરશે.
મકર:
આજનો દિવસ મકર રાશિના જાતકોના જીવનમાં આજે સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. તમારી કુંડળીના છઠ્ઠા ભાવમાં ચંદ્ર હોવાથી શત્રુઓ પરાસ્ત થશે અને જૂના દેવામાંથી મુક્તિ મળી શકે છે. જોકે, સ્વાસ્થ્ય પાછળ થોડો ખર્ચ થવાની સંભાવના છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહેનતનું ફળ મળવાનો દિવસ છે. કાર્યસ્થળ પર તમારી શિસ્ત અને મહેનતની નોંધ લેવાશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે આજે તમારી મુલાકાત થઈ રહી છે અને તમે એની સાથે હસી-ખુશી સમય પસાર કરશો.
કુંભ:
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. તમારી કુંડળીના પાંચમાં ભાવમાં ગજકેસરી યોગ સર્જનાત્મક કાર્યોમાં સફળતા અપાવશે. સંતાનોની પ્રગતિ જોઈને મન પ્રસન્ન રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને નવી મિત્રતા થઈ શકે છે. શેરબજાર કે રોકાણમાં સમજી-વિચારીને લીધેલા નિર્ણયો ફાયદાકારક રહેશે. બુદ્ધિચાતુર્યથી તમે મુશ્કેલ પરિસ્થિતિને તમારા પક્ષમાં કરી લેશો. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે. આજે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પ્લાન કરશે.
મીન:
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે. જીવનસાથી સાથેના સંબંધોમાં આજે સુધારો આવી રહ્યો છે. તમારી કુંડળીના ચોથા ભાવમાં રાજયોગ હોવાથી ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવા માટે આજનો દિવસ શુભ છે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને ઘરનું વાતાવરણ આનંદદાયક રહેશે. કામના ભારણ વચ્ચે પણ તમે પરિવારને પૂરતો સમય આપી શકશો અને માનસિક સંતોષ અનુભવશો. સંતાનની સંગત પર આજે ખાસ ધ્યાન આપવું પડશે, નહીં તો તે ખોટી સંગતમાં ફસાઈ શકે છે. ધનલાભ થવાના યોગ બની રહ્યા છે.