તિબેટઃ તિબેટમાં આજે ફરી 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. નેપાળ અને તિબેટની સીમા પર આવેલ વિનાશકારી પૂરના થોડા દિવસ પછી ફરી ભૂકંપનો આચંકો અનુભવાયો છે. EMSC એ આપેલી જાણકારી પ્રમાણે ભૂકંપ 35 કિલોમીટર (21.75 માઇલ) ની ઊંડાઈએ નોંધાયો છે. નેપાળના પણ કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જો કે, અત્યાર સુધીમાં જાનહાનિના કોઈ સમાચાર મળ્યાં નથી.
પૂર બાદ ફરી તિબેટમાં ભૂકંપના આંચકા અનુભવાયા
નેપાળમાં આવેલા વિનાશકારી પૂર બાદ હજારો લોકોના મોત થયાં છે અને હજી પણ હજારો લોકો લાપતા છે. 2026નું આ સૌથી વધારે વિનાશકારી પૂર હતું. આ પૂરના થોડા જ દિવસ પછી ફરી આજે તિબેટમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પ્રદેશમાં બીજો ભૂકંપ આવ્યાના થોડા દિવસો પછી આવ્યો છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ અનુસાર, ગયા ગુરુવારે તિબેટમાં 5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ડેટા દર્શાવે છે કે ભૂકંપ 10 કિલોમીટર (6.21 માઇલ) ની ઊંડાઈએ આવ્યો હતો.
નેપાળના મુસ્તાંગ જિલ્લામાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ઉત્તર-પશ્ચિમ નેપાળમાં આવેલા મુસ્તાંગ જિલ્લામાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં ભૂકંપનું કેન્દ્ર મુસ્તાંગ જિલ્લામાં લોમંથંગમાં નોંધાયું હતું. જે કાઠમંડુથી 375 કિમી દૂર ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવ્યું છે. આ ભૂકંપ રાત્રે 9.53 વાગ્યે આવ્યો હતો. જો કે, આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ થઈ હોવાના જાણવા મળ્યું નથી. મુસ્તાંગ જિલ્લા સિવાય મનાંગ, ડોલ્પા અને મ્યાગ્દી જિલ્લામાં પણ આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.