મુંબઈઃ 'ધ પેરેડાઇઝ' ફિલ્મ રિલીઝની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેનું ગીત 'આયા શેર' પહેલાથી જ ચાર્ટબસ્ટર બની ગયું છે. શક્તિશાળી અવાજ, અદભુત દ્રશ્યો અને દમદાર સંવાદો દર્શાવતો આ વિડિયો પહેલાથી જ જબરદસ્ત ચર્ચામાં રહ્યો છે. હવે આ ફિલ્મનું ટિઝર સામે આવ્યું છે. 'ધ પેરેડાઇઝ'માં 'નેચરલ સ્ટાર' નાની લીડ રોલ પ્લે કરી રહ્યો છે અને તેનું ડાયરેક્શન ફિલ્મ નિર્માતા શ્રીકાંત ઓડેલા દ્વારા કરવામાં આવ્યું છે.
'દસરા' ની બ્લોકબસ્ટર સફળતા પછી દર્શકો આ જોડીને ફરી એક સાથે જોવા માટે રાહ જોઈ રહ્યા છે. એક્શન સિક્વન્સ અને લોહીના ફુવારા ઊડાવતું આ ટિઝર જોઈને હવે ફેન્સ ટ્રેલરની માગ કરી રહ્યા છે. પણ ખાસ વાત એ છે કે, આ ડબ ટિઝર છે. લોકો હિન્દીમાં ટ્રેલર રિલીઝ થાય એવી માગ કરી રહ્યા છે.
એક ગીત પર લાખોમાં વ્યૂ
આ ફિલ્મ તેના પાવરફૂલ પોસ્ટર્સ, ઈમ્પેક્ટફૂલ કોન્ટેટ અને ગીત'આયા શેર' ને કારણે ટિઝર ચર્ચામાં છે, જેને યુટ્યુબ પર 200 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. મહિનાઓની રાહ જોયા પછી, નિર્માતાઓએ 'ધ પેરેડાઇઝ' માટે એક ટિઝર રિલીઝ કર્યું છે. આ ટિઝર શરૂઆતથી અંત સુધી પાવરફૂલ એક્શન અને ડ્રામાથી ભરપૂર છે.
ડાયરેક્ટર શ્રીકાંત ઓડેલા ઝૂંપડપટ્ટીની વાર્તા સામે સેટ કરેલી એક મોટી સ્ટોરી છતાં અલગ દુનિયાની ઝલક આપે છે. 'નેચરલ સ્ટાર' નાની એક શક્તિશાળી અને ભયાનક અંદાજમાં જોવા મળ્યો છે, જ્યારે રાઘવ જુયાલ એક ખતરનાક વિલનના રોલમાં છે.જે બંને વચ્ચે ટક્કર ટિઝરમાં સ્પષ્ટ દેખાય છે. ટીઝરના અદભુત દ્રશ્યો, પાવરફૂલ સ્કોર અને વાર્તા સૂચવે છે કે આ ફિલ્મ એક બ્લોકબસ્ટર સાબિત થઈ શકે છે.
નિર્માતાઓએ ટિઝરની સાથે ફિલ્મની રિલીઝ તારીખની જાહેરાત કરી છે. 'ધ પેરેડાઇઝ' તેના પ્રમોશનલ કન્ટેન્ટ સાથે પહેલાથી જ નવા રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મના ગીત 'આયા શેર'ને યુટ્યુબ પર 200 મિલિયનથી વધુ વ્યૂઝ અને 1.8 મિલિયનથી વધુ લાઈક્સ મળ્યા છે.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ ફિલ્મ જશે
આ ટ્રેક સોશિયલ મીડિયા પર પણ મોટા પાયે ટ્રેન્ડ કરે છે. ઇન્સ્ટાગ્રામ પર હજારોની સંખ્યામાં આ મ્યુઝિક પર રીલ્સ બનાવવામાં આવી છે, જેમાં ચાહકો નાનીના લુક અને તેના સિગ્નેચર હૂક સ્ટેપને ફરીથી બનાવી રહ્યા છે. 'ધ પેરેડાઇઝ' 24 સપ્ટેમ્બર, 2026 ના રોજ હિન્દી, તેલુગુ, તમિલ, અંગ્રેજી, સ્પેનિશ, બંગાળી, કન્નડ અને મલયાલમ સહિત આઠ ભાષાઓમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.
આ ફિલ્મને વૈશ્વિક દર્શકો સુધી પહોંચાડવા માટે, નિર્માતાઓએ હોલીવુડ સ્ટાર રાયન રેનોલ્ડ્સનો સંપર્ક કર્યો છે જેથી તે તેને આંતરરાષ્ટ્રીય બજારમાં રજૂ કરી શકે. 'ધ પેરેડાઇઝ' ફક્ત એક ફિલ્મ કરતાં વધુ બની રહી છે. તે એક ભવ્ય સિનેમેટિક અનુભવ બનવાનું વચન આપે છે જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.