Mon Sep 14 2026

Logo

થાણેમાં બે દિવસ ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે

2026-07-07 19:55:51
Author: Sapna Desai
થાણેમાં બે દિવસ ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
છેલ્લા એક અઠવાડિયાથી સતત પડી રહેલા મુશળધાર વરસાદને પગલે પિસે અને શહાડમાં રૉ વોટર પમ્િંપગ સ્ટેશનમાં મોટા પ્રમાણમાં ગાળ  અને કચરો ફસાઈ ગયો હોવાથી પંપથી ડિસ્ચાર્જ થવાનું પ્રમાણ ઘટી ગયું છે. તેથી શુદ્ધ પાણીનો સ્ટોક જાળવી રાખવામાં અડચણ નિર્માણ થઈ રહી છે. તેથી આ પરિસ્થિતિ પર તાત્કાલિક ધોરણે ઉપાયયોજના કરવા માટે અંડર વૉટર ડ્રાઈવિંગ ટીમના માધ્યમથી યુદ્ધના ધોરણે ગાળ અને કચરો કાઢવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

આ દરમ્યાન ઉપલબ્ધ પાણીનું નિયોજન અને મુખ્ય વિતરણ વ્યવસ્થા સમતોલ રાખવા માટે શહેરમાં ઝોનિંગ પદ્ધતિએ પાણીપુરવઠો કરવામાં આવી રહ્યો છે.  તેથી આગામી દિવસ થાણે શહેરમાં પાણીપુરવઠો અનિયમિત તેમ જ ઓછા દબાણથી થવાની શક્યતા છે. તેથી નાગરિકોને પાણી સંભાળીને વાપરવાની સલાહ આપવામાં આવી છે.