Sat Sep 05 2026

Logo

કાપડનો વ્યવસાય ધરાવતી મહિલા સાથે 45 લાખની ઠગાઇ: ત્રણ જણ સામે ગુનો

2026-05-13 17:52:00
Author: Yogesh D. Patel
કાપડનો વ્યવસાય ધરાવતી મહિલા સાથે 45 લાખની ઠગાઇ: ત્રણ જણ સામે ગુનો

થાણે: થાણે જિલ્લામાં કાપડનો વ્યવસાય ધરાવતી મહિલા સાથે 45 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આરોપીઓએ મહિલાનો વિશ્ર્વાસ સંપાદન કર્યો હતો અને કલ્યાણમાં આવેલી તેની કંપનીમાંથી છેલ્લા કેટલાક મહિનામાં તેની પાસેથી 87.67 લાખ રૂપિયાનો કાચો માલ ખરીદ્યો હતો.

આરોપીઓએ મહિલાને 42.72 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. મહિલાએ બાકીના રૂપિયાની માગણી કરતાં આરોપીઓ તેને ટાળવા લાગ્યા હતા અને ઉડાઉ જવાબ આપવા લાગ્યા હતા. બાકીના પૈસા તમણે મહિલાને ચૂકવ્યા નહોતા.

મહિલાએ આ પ્રકરણે ખડકપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે સોમવારે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. એક આરોપી રાજસ્થાનના જયપુરનો, જ્યારે બાકીના બે થાણેના રહેવાસી છે. પોલીસની ટીમ હવે ત્રણેય જણની શોધ ચલાવી રહી છે. (પીટીઆઇ)