Mon Oct 05 2026

Logo

થાણેમાં રહેણાંક ઈમારતમાં લાગેલી આગમાં ૧૨ મીટર બળીને ખાખ

2026-05-07 20:35:40
Author: Sapna Desai
થાણેમાં રહેણાંક ઈમારતમાં લાગેલી આગમાં ૧૨ મીટર બળીને ખાખ

(અમારા પ્રતિનિધિ તરફથી)

થાણે:
થાણે પશ્ચીમમાં પાચપાખાડીમાં એક બિલ્ડિંગના  મીટર રૂમમાં લાગેલી આગમાં ૧૦થી ૧૨ મીટર બળીને ખાક થઈ ગયા હતા. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું.

થાણે ડિઝાસ્ટરના જણાવ્યા મુજબ પાચપાખાડીમાં ઉત્સવ હોટલ નજીક ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની સારિકા અપાર્ટમેન્ટન નામની બિલ્ડિંગ આવેલી છે. બુધવારે મોડી રાતના ૧.૧૨ વાગે બિલ્ડિંગના મીટર રૂમમાં આગ ફાટી નીકળી હતી. ઘટના સ્થળે ફાયરબિગ્રેડ સહિત પોલીસ પહોંચી ગઈ હતી. પંદરેક મિનીટની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. આગમાં ૧૦થી ૧૨ મિટર બળીને ખાક થઈ ગયા હતા. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું પણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.