Wed Sep 23 2026

Logo

જોવા મળશે ભારતનો એરપાવર, 40થી વધુ દેશો સાથે ‘તરંગ શક્તિ’ વાયુસેના અભ્યાસ શરૂ થશે

2026-09-22 11:43:00
Author: Mumbai Samachar Team
જોવા મળશે ભારતનો એરપાવર, 40થી વધુ દેશો સાથે ‘તરંગ શક્તિ’ વાયુસેના અભ્યાસ શરૂ થશે

જોધપુરઃ ભારતીય વાયુસેના સમયાંતરે સાથી મિત્ર દેશ સાથે સૈન્ય અભ્યાસ કરે છે. અન્ય દેશની ટેક્નિકથી અપગ્રેડ થાય છે તો દેશમાં રહેલી ટેકનિક અન્ય દેશના સૈન્ય અભ્યાસમાં મૂકે છે. પાડોશી રાજ્ય રાજસ્થાનમાં વાયુસેનાની આવી જ એક પ્રેક્ટિસનો પ્રારંભ થયો છે. 'તરંગ શક્તિ' ની બીજી એડિશનમાં અમેરિકા તથા ફ્રાંસ સહિત 40થી વધારે રાષ્ટ્રના વાયુસેનાના જવાન ભાગ લેશે. જોધપુર એરફોર્સ સ્ટેશન પર 26 સપ્ટેમ્બરથી 12 ઑક્ટોબર સુધી આ સૈન્ય અભ્યાસ થશે. 

અનેત દેશના લડાકુ વિમાન ભાગ લેશે
આ અભ્યાસમાં દેશના પરિવહન વિમાન સહિત અનેક પ્રકારના હવાઈ સામાન, સાધનોને પણ જોડવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર અમેરિકા પોતાની પાંચમી એડિશનના બેથી ત્રણ F35 વિમાન સાથે 'તરંગ શક્તિ'માં ભાગ લઈ શકે છે. ફ્રાંસ પોતાના રાફેલ યુદ્ધ વિમાન તથા સંયુક્ત આરબ અમીરાત પોતાના F16 યુદ્ધવિમાન સાથે આ કાર્યક્રમમાં ભાગ લેશે. વાયુસેનાનો આ અભ્યાસ ભારત તથા જાપાન વચ્ચે દ્વીપક્ષીય યુદ્ધ હવાઈ અભ્યાસ અંતર્ગત વીર ગાર્ડિયનના બેનર પછી થઈ રહ્યો છે. જેનું આયોજન જોધપુર એરબેઝ દ્વારા કરવામાં આવ્યું છે. જોધપુર એરબેઝ પર મોટી સંખ્યામાં લડાકુ વિમાન સાથે ભારતીય વાયુસેનાના જવાનો, પાયલટ તથા વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ પહોંચી રહ્યા છે. આ માટેની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેનાના સપોર્ટ પ્લેટફોર્મ જેવા કે એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ એરક્રાફ્ટ, પરિવહવ વિમાન અને હવામાં ફ્યૂલ ભરનાર ટેન્કર પણ આ હવાઈ અભ્યાસમાં જોડાશે. 

જાપાનના ચીફ જનરલે કરી શોર્ટી
તરંગ શક્તિની પહેલી એડિશન વર્ષ 2024માં થઈ હતી. એ પછીની આ બીજી એડિશન છે જેમાં અમેરિકાથી પાયલટ જોધપુર આવી રહ્યા છે. આ 'તરંગ શક્તિ' માં ભારતનો એરપાવર જોવા મળશે. ભારતીય લડાકુ વિમાનની શક્તિ જોવા મળશે. હકીકત એવી પણ છે કે, જાપાન એરફોર્સના ચીફ જનરલ તાકેહિરો મોરિતાએ ભારતીય એર ચીફ એ.પી.સિંહ સાથે ભારતીય વિમાન તેજસની ફર્સ્ટ ફ્લાઈટ કરી હતી. આ એક લોંગ શોર્ટી હતી. જેમાં એ.પી.સિંહ અને તાકેહિરોએ સાથે ફ્લાઈ કર્યું હતું. એવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે ભારતીય ધરતી પરથી ભારતીય બનાવટનું-સ્વદેશી વિમાન જાપાનના ઉચ્ચ અધિકારીએ ફ્લાય કર્યું હોય. જોધપુર એરબેઝ ઉપરથી જ આ શોર્ટી કરવામાં આવી હતી.