Sun Sep 13 2026

Logo

સુરતમાં વિદ્યાર્થિનીઓના આપઘાત અંગે ઈલોન મસ્કની પ્રતિક્રિયા! ChatGPT ની ટીકા કરી

2026-03-09 12:47:00
Author: Savan Zalariya
સુરતમાં વિદ્યાર્થિનીઓના આપઘાત અંગે ઈલોન મસ્કની પ્રતિક્રિયા! ChatGPT ની  ટીકા કરી

સુરતના એક સ્વામિનારાયણ મંદિરના વોશરૂમમાંથી કોલેજની બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે બંને યુવતીએ આપઘાત કર્યો હતો, પોલીસે જણાવ્યું કે તેમને સ્થળ પરથી એનેસ્થેટીક ડ્રગના ઇન્જેક્શન મળી આવ્યા હતાં, જીવન ટુંકાવવાનો આ રસ્તો શોધવા માટે યુવતીઓઓએ AI ટૂલ ChatGPTનો ઉપયોગ કર્યો હતો. એક્સના માલિક ઈલોન મસ્કે આ ઘટના અંગે પ્રતિક્રિયા આપી છે.

એક યુઝરે X પર સુરતની આ ઘટના અંગે કરેલી પોસ્ટને રીશેર કરીને એલોન મસ્કે એક જ શબ્દ ‘યાઈક્સ’ (Yikes) લખ્યો. આ પોસ્ટ કરીને ઈલોન માંસકે ChatGPT પ્રત્યે તિરસ્કાર અને ધૃણા વ્યક્ત કરી છે. 

મસ્ક ચેટજીપીટીના ટીકાકાર:
નોંધનીય છે કે ઈલોન મસ્ક ચેટજીપીટીના કટ્ટર ટીકાકાર છે, તેઓ લોકોને ચેટજીપીટીને બદલે એક્સના એઆઈ ચેટબોટ ગ્રોકનો ઉપયોગ કરવા સલાહ આપતા રહે છે. તેમણે ચેટજીપીટીની પેરેન્ટ કંપની ઓપનએઆઈ સામે કેસ પણ દાખલ કર્યો છે, જેમાં તેમણે કંપનીના સીઈઓ સેમ ઓલ્ટમેન અને પ્રેસીડેન્ટ ગ્રેગ બ્રોકમેન સમ ગંભીર આરોપ લગાવ્યા છે.

ઈલોન માસ્ક ચેટજીપીટીને પક્ષપાતી ગણાવતા આવ્યા છે. એક અલગ નિવેદનમાં ઈલોન મસ્કે કહ્યું, "ગ્રોકના કારણે કોઈએ આત્મહત્યા નથી કરી, પરંતુ ચેટજીપીટીના કારણે આત્મહત્યા થઇ રહી છે."  

શું છે ઘટના?
શુક્રવારે 18-20 વર્ષ બે યુવતીઓ સવારે કોલેજ જવા નીકળી હતી, ત્યાર બાદ સાંજ સુધી ઘરે પરત ફરી ન હતી. પરિવારે દીકરીઓ ગુમ થવા બાબતે પોલીસને જાણ કરી હતી, પોલીસે તેમના ફોન ટ્રેક કર્યા, છેલ્લું લોકેશન સ્વામિનારાયણ મંદિર પાસે મળ્યું. મંદિરના સીસીટીવી ફૂટેજ સ્કેન કરતા પોલીસને જાણ થઇ કે બંને યુવતી વોશરૂમ તરફ ગઈ હતી. વોશરૂમમાં પોલીસને મૃતદેહ મળી આવ્યા. પોલીસને મૃતદેહોની બાજુમાં એનેસ્થેટિકની બોટલો અને સિરીંજ મળી આવી હતી.

પોલીસે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે બંને યુવતીઓ બાળપણની મિત્રો હતી. તેમાંથી એક કોમર્સના પહેલા વર્ષની વિદ્યાર્થીની હતી, અને બીજી બીજા વર્ષમાં હતી. જ્યારે બંનેના ફોન અનલોક કરવામાં આવ્યા ત્યારે, જાણ થઇ કે આત્મહત્યા માટે કઈ દવાઓનો ઉપયોગ કરી શકાય છે એ માટે ચેટજીપીટીને પૂછ્યું હતું.

[આત્મહત્યાએ સમસ્યાનું સમાધાન નથી. જો તમને મદદની જરૂર હોય અથવા એવી કોઈ વ્યક્તિને ઓળખતા હો તો  તમારી નજીકના માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લો. અથવા સંપર્ક કરો
વંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com
TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી - સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ)]